તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
ગૃહિણીનું બજેટ ખોરવાયું:ખાદ્યતેલોના ભાવમાં સરેરાશ 30થી 40 રૂપિયાનો વધારો:હજુ ભાવ વધવાની શકયતા
સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆતમાં ઓઇલમીલોમાં પીલાણ બંધ થતા સતત વધતા ભાવ

રાજકોટ :સામાન્ય જનતાને મોંઘવારીનો એકપછી એક માર લાગી રહ્યો છેશાકભાજી, કઠોળ બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને સૌરાષ્ટ્રના અનેકભાગોમાં મેઘરાજાએ પધરામણી કરી છે. ત્યારે ઓઈલમીલોમાં પિલાણ બંધ થઈ જવાને કારણે તેની અસર બજારમાં તેલના ભાવો પર પડી છે.
સિંગતેલ, કપાસિયા, પામઓઈલ, સોયાતેલના ભાવમાં એવરેજ 30થી 40 રૂપિયાનો ભાવવધારો થઈ ગયો છે. આગામી દિવસોમાં પણ ભાવો વધતા રહેશે તેવી શકયતા વેપારીવર્ગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
