News of Saturday, 29th June 2024
રાજપીપળા - કેવડીયા માર્ગ પર આવતા જુનવદ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આગ લાગતા અફરા તફરી
પંપ ઉપર મેન્ટેનન્સની કામગીરી ચાલતી હોય અચાનક આગ લાગતાં બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત, સારવાર માટે ખસેડાયા: અંડર ગ્રાઉન્ડ ટાકામાં પાઇપ બદલવાની કામગીરી કરતા ટાકા વધેલા થોડાક પેટ્રોલમાં અચાનક આગ પકડતા આ ઘટના બની

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાથી કેવડીયા જતા માર્ગ ઉપર આવતા જુનવદ ગામ પાસે આવેલા શ્રદ્ધા સબૂરી હોટલ વાળા પેટ્રોલ પંપમાં આગ લાગતાં ત્યાં હાજર લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી. ત્યારે આ આગમાં બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડાયા છે.
ઘટના સ્થળે હાજર રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઇ અને DySp કુણાલ સિહ પરમારના જણાવ્યા મળ્યા મુજબ શ્રદ્ધા સબૂરી હોટલ બાજુના આ પેટ્રોલ પંપ પર મેન્ટેનન્સ ની કામગીરી ચાલુ હતી એ દરમિયાન અંડર ગ્રાઉન્ડ ટાંકામાં પાઇપ બદલવાની કામગીરી ચાલુ હતી ત્યારે ટાંકામાં રહેલા થોડાક પેટ્રોલના કારણે આગ લાગી હતી. આગ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલા ત્યાં અફરા તફરી મચી જવા પામી હતી, ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટયા હતા. આ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. અને રાજપીપળા પાલિકા ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
જોકે આ આગની ઘટનામાં બે કર્મચારીઓ દાઝી જતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. જો ટાંકા માં વધુ પેટ્રોલ હોત તો મોટી દુર્ઘટના બની હોત પરંતુ પેટ્રોલ થોડુક જ હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. રાજપીપળા પોલીસે આ બાબતની નોંધ લઈ આગળની કાર્યવાહી કરી છે.
આ આગમાં દાઝી ગયેલા કંપનીના બે કર્મચારીઓમાં નરેન્દ્રભાઇ રામુપ્રસાદ - ૧૨ ટકા જેવું દાઝી ગયા છે જ્યારે અજયભાઈ હરીનંદન નામના કર્મચારી ૪૫ ટકા દાઝી ગયા છે અને ફેક્ચર પણ થયું હોવાનું જાણવા મળ્યું છે
(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
