<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

નર્મદા એલસીબી માઈકલ બ્રિજ પાસેની ઝૂપડપટ્ટીમાં ચાલતા જુગાર પર ત્રાટકી : 6 લોકો સામે ગુનો દાખલ

રાજપીપળામાં કેટલીક જગ્યાઓ પર ગેરકાયદેસર ઝૂપડા બાંધી રહેતા લોકો ગેરકાનૂની ધંધા કરતા હશે તો આવી ઝૂપડપટ્ટીઓ માં પોલીસ તપાસ જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા માઈકલ બ્રિજ પાસેની ઝૂપડપટ્ટીમાં એલસીબીએ છાપો મારી જુગાર પકડી પાડયો હતો
    પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી પોલીસ ને મળેલી બાતમીના આધારે માઈકલ બ્રિજ પાસેની ઝૂપડપટ્ટી માં ચાલતા જુગાર પર રેડ કરતા ત્યાંથી (૧)જયેશ જયંતી ભાઇ વસાવા, (રહે. નાના લીમટવાડા તા.નાંદોદ જી.નર્મદા) (૨) લક્ષ્મણસીંહ ઉર્ફે ગોપાલ તખતસીંહ ચાવડા (૩)ચંદુ ભાઇ મસરુભાઇ દેવીપુજક (૪) નીલેશ મહેશભાઇ વસાવા (૫) નિતેશ રમેશભાઇ વસાવા (૬)નીતેશ ભીખાભાઇ પટેલ(તમામ રહે. રાજપીપલા નરસીંહ ટેકરી) નાઓ પોતાના આર્થીક ફાયદા માટે હારજીતનો જુગાર રમી રમાડતા પકડાઇ જતા તેમની અંગ ઝડતી માંથી રોકડા રૂ.૧૧, ૮૭૦/-તથા દાવ ઉપરના ૨, ૭૩૦/- મળી કુલ રોકડા રૂ.૧૪૬૦૦/- મળી આવેલ તથા મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૫૦૦૦/- મળી કુલ રૂ. ૨૯, ૬૦૦/- ના મૂદ્દામાલ સાથે પકડાઇ ગયા હતા જ્યારે નિતેશ રમેશભાઇ વસાવા નામનો વ્યક્તિ રેડ દરમિયાન નાશી જતા પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
જોકે રાજપીપળામાં આવી કેટલીક જગ્યાઓ પર ગેરકાયદેસર ઝૂપડા બાંધી રહેતા લોકો ગેરકાનૂની ધંધા કરતા હશે તો આવી ઝૂપડપટ્ટીઓમાં પોલીસે તપાસ કરવી જરૂરી બની છે.


 

(1:11 AM IST)