તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
રાજપીપળામાં કરોડોના ખર્ચે નંખાયેલી ભૂગર્ભ ગટર ઉભરાતા મહિનાઓ બાદ કામગીરી ચાલુ થઈ
ચારેક મહિના બાદ લાગતી વળગતી એજન્સીએ ઉભરાતી ભૂગર્ભ ગટરની સફાઈ માટે બે કામદારો મૂક્યા:નગરપાલિકા એ આળસ નહિ ખંખેરતી આ એજન્સીને નોટિસ આપી નિયમિત કામગીરી કરાવવી જોઇએ, કે બ્લેક લિસ્ટ કરવી જોઈએ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેરમાં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇનો નંખાઈ છે જોકે હાલમાં કામગીરી સંપૂર્ણ પૂર્ણ નહિ થતા ગટરનું ગંદુ પાણી કરજણ નદીમાં જ વહેતું કરાઈ છે જેના કારણે કરજણ નદી પ્રદુષિત પણ થઈ રહી છે.ત્યારે હાલમાં ઘણા સમયથી રાજપીપળાના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદુ પાણી માર્ગો ઉપર વહતું થયું હતું. આ માટે જેતે એજન્સીને ફરિયાદો કરવા છતાં ચાર પાચ મહિનાઓ સુધી કોઈજ કામગીરી કરવામાં આવી નહિ હતી અને હાલમાં ચારેક મહિના બાદ દરબાર રોડ ઉપર એજન્સી એ બે કામદારો મૂકી કામગીરી શરૂ કરી છે
ત્યાં વોર્ડ નંબર 5 ના પાલિકા સદસ્ય પ્રજ્ઞેશ રામી ઊભા રહી ખુદ નિરીક્ષણ કરી રહ્યા છે.
સ્થાનિકો ની કહેવું છે કે પાલિકા ના મુખ્ય અધિકારી ઢીલી કામગીરી કરતી આ એજન્સીને નોટિસ આપી જરૂર જણાય તો બ્લેક લીસ્ટ કરી આ એજન્સીને શબક શીખવાડે જેથી રેગ્યુલર અને નિયમિત સારી કામગીરી થઇ શકે. હજુ તો ભૂગર્ભ ગટરનું સંપૂર્ણ કામ પૂરું થયું નથી છતાં એજન્સી નિયમિત સર્વિસ આપતી નથી ત્યારે રેગ્યુલર ગટર વહેતી થશે અને તેવા સમયે જો આખા શહેરમાં ગટર ઉભરાશે તો સમયસર કામગીરી નહિ થાય તો રોગચાળો ફેલાઈ તેવી પણ વાતને નકારી ના શકાય માટે દ્વારા આ એજન્સી પાસે યોગ્ય કામગીરી કરાવાઈ એ જરૂરી છે
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
