<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

પાટણ સિધ્ધપુર નગરપાલિકાના સ્વિમીંગ પૂલમાં સગીરનું ડૂબી જતા મોત નીપજ્યું

ચાર મિત્રો સ્વિમીંગ પૂલમાં ન્હાવા માટે ગયા: ચાર પૈકી 16 વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત

પાટણ સિધ્ધપુર નગરપાલિકાના સ્વિમીંગ પૂલમાં સગીરનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર સાથે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ બનાવની વિગત મુજબ ચાર મિત્રો ન.પાના સ્વિમીંગ પૂલમાં ન્હાવા માટે ગયા હતા. દરમિયાન ચાર પૈકી 16 વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત નીરપજ્યુ હતું. તપાસમાં મૃતકનું નામ અફવાન કુરેશી હોવાનું બહાર આવ્યું હતું.

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નકાંડ બાદ આ કોન્ટ્રાક્ટરને સ્વિમીંગ પૂલ બંધ કરવાની નોટીસ આપી હતી. પરંતુ કોન્ટ્રાક્ટરે નોટીસની ઉપરવટ જઈને સ્વિમીંગ પૂલ ચાલુ રાખ્યો હતો. આમ ફિટનેસ ગ્રુપના સંચાલકોની બેદરકારીને કારણે આ સગીરને મોતતી હાથ ધોવા પડ્યા હતા.

સિધ્ધપુર શહેરમાં આવેલ નગરપાલિકા નિર્મિત અને કોન્ટ્રાક્ટર સંચાલિત સંકુલમાં બનેલા સ્વિમિંગ પૂલ માં નાહવા પડેલા એક કિશોરનું ડૂબી જવાને કારણે મોત નીપજતા શહેર સહિત પંથકમા ઘેરા શોખની લાગણી ફેલાઈ છે આ ઘટનાને કારણે સ્વિમિંગ પૂલ ચલાવતા વીર ફિટનેસ ગ્રુપ નામના કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે કારણ કે નગરપાલિકાએ 15 દિવસ અગાઉ સુરક્ષા ઉપકરણો અને ફાયર સેફટી ના હોવાને કારણે સ્વિમિંગ પૂલ ને બંધ રાખવાની નોટિસ ફટકારી હતી છતાં કોન્ટ્રાક્ટર એ સ્વીમીંગ પુલ ચાલુ રાખતા આખરે આ જ સ્વિમિંગ પૂલમાં ડૂબીને એક નિર્દોષ કિશોરનું મોત નિપજ્યું છે.

સિધ્ધપુર શહેરમાં આવેલ સ્પોર્ટ સંકુલમાં બનેલા સ્વિમિંગ પૂલમાં સિદ્ધપુરના રસુલ તળાવ વિસ્તારના ટેકરાવાસ નજીક રહેતા 16 વર્ષીય કિશોર અફવાન સાકીરભાઇ કુરેશી અને તેના ત્રણ મિત્રો નાહવા માટે ગયા હતા. સ્વિમિંગ પુલમાં ઉતર્યા બાદ નાહતા સમયે તરતા ના આવડતું હોવાને કારણે અપમાન ડૂબવા લાગ્યો હતો જો કે તેની સાથે આવેલા મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને બચાવી શકાયો નહોતો જેને કારણે સ્વિમિંગ પૂલમાં જ તેનું મોત નીપજ્યું હતું. કિશોર ડૂબવાની ઘટનાને કારણે અન્ય કિશોરોએ ચીસા ચીસ કરતા આસપાસના રહીશો અને રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ તથા નગરપાલિકાના કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે પણ દોડી આવ્યા હતા અને ડૂબેલા કિશોરને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો જે બાદ અફવાન નામના કિશોરના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(12:45 AM IST)