<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ગુજરાતમાં ર કલાકમાં પ૧ તાલુકામાં વરસાદઃ સૌથી વધુ બોટાદમાં ર ઇંચ

અનેક જીલ્લાઓમાં વરસતો હળવો ભારે વરસાદ

અમદાવાદ તા. ર૮ :.. આજે બપોરે ૧૨ વાગ્‍યા પછીથી રાજ્‍યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. છેલ્લા ૨ કલાકમાં ૫૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. બોટાદમાં સૌથી વધુ ૨ ઈંચથી વરસાદ ખાબકયો છે. મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. જાણો કયાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

આજે બપોરે ૧૨ થી ૨ વાગ્‍યા દરમિયાન નવસારીમાં ૨૨ મીમી, વાલોડમાં ૨૨ મીમી, ખેરગામમાં ૨૧ મીમી, ઓલપાડમાં ૨૦ મીમી, પલસાણામાં ૧૭ મીમી, મહુવામાં ૧૫ મીમી, સિહોરમાં ૧૪ મીમી, લાલીયામાં ૧૩ મીમી, રાજુલામાં ૧૧ મીમી, કામરેજ, જેસર, ઘોઘા, ગઢડા અને બરવાળામાં ૯-૯ મીમી, જલાલપોર, તળાજા અને અમરેલીમાં ૮-૮ મીમી, સૂત્રાપાડા, કપરાડા અને કોડિનારમાં ૭-૭ મીમી, પારડી, વિસાવદર અને માળિયા હાટિનામાં ૬-૬ મીમી વરસાદ ખાબકયો છે.

રાજ્‍યના અન્‍ય ૨૬ જિલ્લાઓમાં પણ ૧ થી ૫ મીમી જેટલો વરસાદ નોંધાયો છે.

(4:57 PM IST)