તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
સુરતના અમરોલી ખાતે વૃક્ષારોપણ કરી વડાપ્રધાનશ્રીના "એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ
ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના પરિવાર સાથે વૃક્ષારોપણ કરીને "એક પેડ મા કે નામ" અભિયાનને ગુજરાતમાં વેગવંતુ કર્યું છે

રાજકોટ તા.૨૮ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થવા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે તેમના મત વિસ્તારના ધી અમરોલી વી. વી. કાર્યકારી સહકારી મંડળી ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું. જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના પરિવાર સાથે વૃક્ષા રોપણ કરીને ‘એક પેડ માં કે નામ’ અભિયાનને ગુજરાતમાં વેગ આપ્યો છે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રીએ સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને પોતાની માતા અને ભારત માતાના નામે વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
