<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

‘નીટ'નો ગોટાળો રાષ્‍ટ્રવ્‍યાપી ? સંપૂર્ણ તપાસ માંગતા પ્રવકતા મનીષ દોશી

કોંગ્રેસના જનઆંદોલન બાદ તપાસ સી.બી.આઇ.ને સોંપાઇ ગોધરાની શાળાને પરીક્ષા કેન્‍દ્ર કેવી રીતે ફાળવાયુ ?

અમદાવાદ, તા.૨૮: મેડીકલ અભ્‍યાસક્રમ પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષામાં પેપરલીક સહિતના ગોટાળાઓ ગેરરીતિ-ગોલમાલમાં એક પછી એક કાળા ચિઠ્ઠા સામે આવી રહ્યાં છે. ગોધરામાં લાખો રૂપિયા લઈને NEET પરિક્ષાર્થીઓના પેપર ‘નિષ્‍ણાંતો'એ લખ્‍યા હતા, ‘પેપર પેક' કરવા માટે ફાળવાયેલા અર્ધા કલાકમાં જ મોટા ખેલ પડયાઃ સમગ્ર કૌભાંડ જ્‍યાં થયુ તે ગોધરાની સ્‍કુલના સંચાલક સામે તપાસ એજન્‍સી ગંભીરતાથી તપાસ કેમ કરતી નથી ? તેવો ગંભીર પ્રશ્‍ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્‍વીનર અને પ્રવક્‍તા ડૉ. મનિષ દોશીએ જણાવ્‍યું કે, સરકારી ઈજનેરી કોલેજ તૈયાર હોવા છતાં ગોધરા ખાતેની જય જલારામ ઈન્‍ટરનેશનલ સ્‍કૂલને NEETનું પરીક્ષા કેન્‍દ્ર કેવી રીતે ફાળવણી કરવામાં આવી ? NEET પરીક્ષાના દશ દિવસ પહેલા ટ્રસ્‍ટી વડોદરાથી દિલ્‍હી કયા મહાનુભાવોને મળવા ગયા હતા ? કોની બેઠક કરી ? આ મુલાકાત અંગે પણ તટસ્‍થ તપાસ થવી જોઈએ.

પસંદગીના નાના સેન્‍ટરોના પરીક્ષા કેન્‍દ્રોની ફાળવણી તે તપાસનો વિષય છે.

નેશનલ ટેસ્‍ટીંગ એજન્‍સી દ્વારા કોમ્‍પ્‍યુટર આધારિત રેન્‍ડમ પધ્‍ધતિ જ અપનાવવામાં આવતી હોય છે. કોમ્‍પ્‍યુટર આધારિત પ્રક્રિયા જ અપનાવવામાં આવતી હોય છે. કોમ્‍પ્‍યુટર આધારિત પ્રક્રિયા હોય તો વિદ્યાર્થીઓને ચોક્કસ કેન્‍દ્રો કેવી રીતે મળી શકે તે ગંભીર સવાલ છે. તેમ મનીષ દોશી જણાવે છે.

સમગ્ર દેશમાં વિદ્યાર્થી-વાલીઓ અને કોંગ્રેસ પક્ષ દ્વારા વ્‍યાપક જનઆંદોલન બાદ કેન્‍દ્ર સરકારે નીટની પરીક્ષાના વિવાદ વચ્‍ચે સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત, બિહાર તથા ઝારખંડના કનેકશન ખુલ્‍યા જ છે. પરીક્ષા સેન્‍ટર, ખાનગી કોચીંગ કલાસ અને પેપરલીક કરનારાઓની સાથે અમુક વિદ્યાર્થીઓની ચોકાવનારી સાંઠગાંઠ સામે આવી છે.

નિષ્‍ણાંતોના માનવા પ્રમાણે નીટનો આ ગોટાળો કોઈ એક સેન્‍ટર કે રાજયના બદલે રાષ્‍ટ્રવ્‍યાપી હોવાનું એક પછી એક તપાસમાં સામે આવી રહ્યું છે ત્‍યારે NEET ની પરીક્ષામાં થયેલ ગેરરીતિ-ગોલમાલની સંપૂર્ણ તપાસ કરવામાં આવે જેથી મહેનત કરનાર ગરીબ-સામાન્‍ય-મધ્‍યમવર્ગના વિદ્યાર્થીઓને ન્‍યાય મળે અને કૌભાંડ કરનારાઓને કડકમાં કડક સજા થાય. તેમ ડૉ. મનિષ એમ. દોશી જણાવે છે.

(4:49 PM IST)