તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 28th June 2024
ગુજરાતના ૧૧૪ તાલુકામાં વરસાદ : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મેઘમહેરની આગાહી
ધીમે-ધીમે ચોમાસુ જામવા લાગ્યું : કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસ્યો

અમદાવાદ, તા. ર૮ : રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે કુલ ૧૧૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ખાબકયો છે. સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ત્યારે જાણો કયાં તાલુકામાં કેટલો વરસાદ ખાબકયો હતો.
પોશીનામાં ૪૬ મીમી, દાંતિવાડામાં ૪૨ મીમી, ઉમરગાંવમાં ૪૧ મીમી, ભુજમાં ૪૦ મીમી, નખત્રાણા અને ભાવનગરના મહુવામાં ૩૯ મીમી, ગઢડામાં ૩૫ મીમી, ભાવનગરમાં ૩૩ મીમી, જેતપુર અને કચ્છના માંડવીમાં ૩૧ મીમી, વાપીમાં ૩૦ મીમી, વલ્લભીપુરમાં ૨૭ મીમી, ઘોઘામાં ૨૬ મીમી, માણાવદર અને અમીરગઢમાં ૨૫ મીમી, સાંતલપુર અને ડીસામાં ૨૨ મીમી, ધ્રોલ અને સિહોરમાં ૨૦ મીમી વરસાદ ખાબકયો છે.
ખંભાળિયા અને નિઝરમાં ૧૯ મીમી, મેંદરડામાં ૧૮ મીમી, બોટાદ અને સરસ્વતીમાં ૧૭ મીમી, લાઠી, અબડાસા, કોટડા સંગાણી, ખાનપુર અને કાંકરેજમાં ૧૫ મીમી, ઉમરાલામાં ૧૪ મીમી, પારડી, જોડીયા, ક્વાંટ, દાંતામાં ૧૩ મીમી, લોધિકા, કોડીનાર, ઝાલોદમાં ૧૨ મીમી, પાલિતાણા અને દાહોદમાં ૧૧ મીમી, બગસરા, કુતિયાણા, ધોરાજી, રાણાવાવ અને છોટા ઉદેપુરમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો છે.
આજે સવારે ૬ થી ૮ વાગ્યાની વચ્ચે કુલ ૧૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સાવરકુંડલા અને ઉમરગાંવમાં ૪-૪ મીમી, વાપીમાં ૩ મીમી, તળાજા અને ખંભાતમાં ૨-૨ મીમી, મહેસાણા, ગાંધીનગર, ચોટીલા, ઘોઘા અને વલસાડમાં ૧-૧ મીમી વરસાદ નોંધાયો છે.
ગુજરાત હવામાન આગાહીઃ ગુજરાતમાં હવે ચોમાસું બરાબરનું જામી ગયું છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે જ્યારે ૧૧ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વરસાદની કોઈ સંભાવના નથી. ત્યારે જાણો કયાં કેવો વરસાદ પડશે.
હવામાન વિભાગ દ્વારા આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર,જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ અને સુરત, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
કચ્છ જિલ્લાના નખત્રાણામાં ગઈકાલે ધોધમાર વરસાદ ખાબકયો હતો. શહેરમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. બજારોમાં જાણે કે નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગઈકાલે રાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જુનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સોમનાથ અને ભુજમાં સારો વરસાદ થયો હતો.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
