<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

મહેસાણા જિલ્લામાં રાશનની દુકાન સામે મોટી કાર્યવાહી :17 જેટલી દુકાનોનો પરવાનો 3 માસ માટે મોકૂફ કરાયો

ઊંઝા, વિજાપુર, કડી, વિસનગર, બહુચરાજી સહિતની દુકાન સામે કાર્યવાહી:ફરીથી ક્ષતિ મળશે તો કાયમી પરવાનો રદ કરાશે: ખેરાલુની મંડાલી સેવા સહકારી મંડળી સંચાલિત પરવાનો રદ કરીને 1.98 લાખનો દંડ ફટકારાયો

મહેસાણા: મહેસાણા જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા રાશનની દુકાન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 17 જેટલી દુકાનોનો પરવાનો 3 માસ માટે મોકૂફ કર્યો છે. રાશનની દુકાનમાં અનાજના જથ્થામાં ઘટ મળી આવી હતી. 

 મહેસાણા જિલ્લાના ઊંઝા, વિજાપુર, કડી, વિસનગર, બહુચરાજી સહિતની દુકાન સામે કાર્યવાહી કરવામાં આવી છે. 17 દુકાનોમાં ફરીથી ક્ષતિ મળશે તો કાયમી પરવાનો રદ કરાશે. દરમિયાન  ખેરાલુની મંડાલી સેવા સહકારી મંડળી સંચાલિત દુકાનનો પરવાનો રદ કરવામાં આવ્યો. પરવાનો રદ કરીને 1.98 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો.

(12:21 PM IST)