તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
રાજપીપળા એસટી ડેપોના ભૂગર્ભ ગટર કનેક્શનમાં વધુ એક વેઠ.: ગટરનું કનેક્શન આપ્યું પરંતુ રોડ પર ખોદેલો ખાડો નહિ પૂરતા વાહન ચાલકો ઉછળીને પટકાતા નજરે પડ્યા
રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં વેઠ ઉતારતી એજન્સીને પાલિકા નોટિસ આપે તેવી માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા હસ્તક નંખાયેલા કરોડોના ખર્ચની ભૂગર્ભ ગટર લાઇનો ની કરાયેલી કામગીરીમાં વેઠ ઉતારી હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે જેમાં અનેક ઠેકાણે લીકેજ સહિત યોગ્ય પુરાણ પણ નહિ કરતા ચોમાસામાં લોકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે.
તાજેતરમાં રાજપીપળા એસટી ડેપોની ગટર લાઈનને ભૂગર્ભ ગટર માં જોડી પરંતુ ડેપોની સામે આવેલી વન વિભાગ ની કચેરી સુધી જતી લાઈન માટે ખોદેલો ખાડો પુરાણ નહિ કરતા આ ખાડામાં વાહન ચાલકો પટકાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને કેટલીક મહિલાઓ પોતાના બાળકો ને સ્કૂલે મૂકવા જતા હોય તેમની એક્ટિવા ગાડી આ ખાડામાં ઉછળી પડતાં બાળક સાથે મહિલા નીચે પટકાતા ઇજાગ્રસ્ત થવાની ઘટના દરરોજ બની રહી છે માટે રાજપીપળા શહેર માં જ્યાં જ્યાં યોગ્ય પુરાણ નથી થયું ત્યાં ત્યાં યોગ્ય કામગીરી કરે અને એ માટે પાલિકા ભૂગર્ભ ગટરનું કામ કરતી એજન્સી ને નોટિસ આપી યોગ્ય કામગીરી કરાવે તેવી લોકમાંગ છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
