<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ગરુડેશ્વર તાલુકામાં ભાભીને નશેબાજ દિયર ત્રાસ આપતા અભયમ મહિલા હેલ્પ લાઈને સમાધાન કરાવ્યુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા. : નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર તાલુકાના એક ગામમાંથી મહિલાનો 181 અભયમ મહિલા હેલ્પ લાઈન પર કૉલ આવેલ, તેમણે જણાવેલ કે તેમના દિયર નશો કરી આવી જમવા બાબતે ત્રાસ આપે છે જેથી રાજપીપળા અભયમ ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સીલગ કરી દિયર ભાભીના ઝગડાનું શાંતિ પુર્વક સુલેહ કરાવ્યુ.

આ કેસમાં મહિલાના જણાવ્યા મુજબ મારા એરેંજ મેરેજ છે લગ્નનાં બે વર્ષ થયા છે,મારા પતિ છૂટક મજૂરી કામ કરે છે મારાં દિયર અને  સાસુ બધાં સાથે રહીએ છીએ દિયર મારી સાસુને મને અને મારા પતિ ને હેરાન કરી ઘર માં લાઈટ નાં આવતા વાયર કાપી નાખ્યાં મીટર તોડી નાખ્યું ઘર માં અનાજ, સહિતનો સામાન ફેંકી દે છે અને આજે દિયર મજુરી કરી નશાની હાલતમાં આવી જમવાનું નાં બનાવ્યું મને ભૂખ લાગી તેમ કહી ઝગડો કરી,  અપશબ્દો બોલે અને મને મારી,  બહેન આવી જમવાનું બનાવતા જોયા હોવા છતાં હેરાનગતિ  કરી મારી સાસુ અને પતિ ને અપશબ્દો બોલતા હોય જેથી મે 181 ટીમ બોલાવી હતી. ત્યારબાદ 181 હેલ્પલાઇન ટીમ ત્યાં પહોંચી ત્યારે ભાભી ની પુછપરછ કરી તેમણે જણાવ્યું કે તેઓ થી હું કંટાળી ગઈ છું, જમવાનુ બનાવ્યું છતાં હેરાન કરે છે,  ત્યારબાદ દિયરને બોલાવ્યા અને કાઉન્સિલગ કર્યુ સમસ્યા જાણી જેથી દિયરે મારાથી ભૂલ થઈ ગઈ મે જમવાનુ બનાવ્યું છતાં જોયું ન હતું હવે હેરાન નહીં કરુ અને મારી મમ્મી કે ભાઈ ભાભીને પણ કંઈ જ નાં કહું તે બાબત હું કબુલ કરુ છું તેમ જણાવતા હેલ્પલાઇન ટીમે સલાહ, માર્ગદર્શન આપી ભાભી દિયર નું શાંતિપૂર્વક સમાધાન કરાવ્યુ.

(10:25 PM IST)