<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

વડોદરાના વાઘોડિયામાં જોરદાર વરસાદી ઝાપટાએ રમઝટ બોલાવી

ડભોઈ રોડ, માડોધર રોડ, એસટી ડેપો વિસ્તાર, વાઘોડિયા વડોદરા રોડ, GIDC જેવા વિસ્તારોમા જોરદાર વરસાદી ઝાપટું પડ્યું

વડોદરા રૂરલમાં વાઘોડિયામાં જોરદાર વરસાદી ઝાપટાએ રમઝટ બોલાવી છે. ટાઉનના રોડરસ્તા અડધા જ કલાકમાં પાણી પાણી થઈ ગયા હતા. અસહ્ય ઊકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. ડભોઈ રોડ, માડોધર રોડ, એસટી ડેપો વિસ્તાર, વાઘોડિયા વડોદરા રોડ, GIDC જેવા વિસ્તારોમા જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. વાવણી લાયક વરસાદની ખેડૂતો ચાતક નજરે રાહ જોતા હતા. સતત ત્રીજા દિવસે વરસાદી માહૌલ જામતા નગરજનોમાં આનંદ છે.

(8:47 PM IST)