<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ૫ ઘાયલ અને૧નું મોત થયું

કાર બેકાબુ થતા સર્જાયો અકસ્માત : આ સમગ્ર ઘટનાનો જેનો CCTV વીડિયો પણ સામે આવતા ટ્રાફિક પોલીસે વૃદ્ધની અટકાયત કરી છે

અમદાવાદ,તા.૨૫ :સરકાર શહેરોનો ગમે તેટલો વિકાસ કરે , ગમે તેટલા રસ્તા મોટા કે પહોળા બનાવે . લોકોને જાણે કોઈ ફેર નપડતો હોય તેમ અકસ્માત તો વારંવાર થાય જ છે. કેટલાય કડક કાયદા બનાવવા છત્તા પણ અકસ્માતમાં હજી સુધી કોઈ રોક લાગાવી શકાઈ નથી .દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. એવામાં શહેરના જૂના વાડજ સર્કલ દશામાના મંદિર પાસે ગઈ કાલે સાંજે એક ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો હતો.

જેમાં એક વૃદ્ધ ઇલેક્ટ્રિક કાર લઇને પસાર થતા હતા ત્યારે તેમણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા છ લોકોને અડફેટમાં લીધા હતા. આ ટક્કર મા અકસ્માત સર્જ્યો જેમાં એકનું મોત થયું જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાનો જેનો CCTV વીડિયો પણ સામે આવતા ટ્રાફિક પોલીસે વૃદ્ધની અટકાયત કરી છે.

જૂના વાડજ સર્કલ પાસે દશા માતાના મંદિર પાસે સોમવારે સાંજે ઓવરસ્પીડમાં ગતિ કરી રહેલી એક કારે ત્રણ ટુવ્હીલર અને એક રિક્ષાને અડફેટે લીધી હતી. ત્યારબાદ કાર થોડી આગળ જઈને ઉભી રહી હતી. જો કે ટુવ્હીલર પર સવાર ત્રણ વ્યક્તિ અને રિક્ષાચાલક તથા તેમા સવાર બે વ્યક્તિ રોડ પર પટકાયા હતા. જેમાંથી એકનું મોત નીપજ્યું છે.

તે સમયે બે વ્યક્તિ પરથી કારનું ટાયર ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટનામાં સારવાર લઈ રહેલા ભોગીલાલ (ઉ.વ.૫૫)નું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. જ્યારે અલકાબેન પરમાર (ઉ.વ.૪૫, રહે. શાહીબાગ), જાનકીબેન પરમાર (ઉ.વ.૪૦ રહે.નવા વાડજ), નર્મદાબેન સવાસિયા (ઉ.વ.૫૦ રહે. નારણપુરા) તથા અન્ય બે લોકો સારવાર હેઠળ છે.કુલ ૬ ઇજાગ્રસ્તમાંથી એકનું મોત થયું છે.

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ એકત્રિત થઇને કારચાલકને પકડી લીધો હતો. ત્યારબાદ આ મામલે ટ્રાફિક પોલીસને જાણ થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત કરનાર કારચાલકની અટકાયત કરી પૂછપરછ શરૃ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન કારચાલકનું નામ રમણ પટેલ (ઉ.વ.૭૩ રહે. મણિચંદ્ર સોસાયટી, થલતેજ) હોવાનું સામે આવ્યું હતું.

સાંજના સમયે તેઓ થલતેજ થી આવીને સોરાબજી કંમ્પાઉન્ડથી વાડજ સર્કલ થઈને જઈ રહ્યા હતા તે સમયે સ્પીડ વધુ હોવાને કારણે તે વાહન પર કાબૂ રાખી શક્યો ન હતો. અને અંતે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જ્યો હોવાનું જણાવ્યું હતું.

(7:53 PM IST)