તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર નંબર વન પરઃ ૬.૦૪ ટકા વરસાદ
વા વાયાને વાદળ ઉમટયા, કાઠીયાવાડમાં ટહુકયા મોર.. દક્ષિણ ગુજરાત પ.૭૪ ટકા સાથે બીજા ક્રમેઃ કચ્છમાં ૩.૯૪ ટકાઃ હવે ચોમાસુ જામી રહ્યુ છેઃ નદીઓમાં નવા નીર

રાજકોટ તા. રપ :.. રાજયમાં જુનના ઉતરાર્ધમાં મેઘરાજાની મહેર શરૂ થઇ છે. છેલ્લા ૪ દિવસથી મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા વહાલ વરસાદી રહ્યા છે. અત્યારે પાંચ ઝોનની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં ૬.૦૪ ટકા છે. કચ્છમાં ૩.૯૪ ટકા, ઉતર ગુજરાતમાં ૧.૪૦ ટકા, મધ્ય ગુજરાતમાં ૪.૭પ ટકા, સૌરાષ્ટ્રમાં ૬.૦૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં પ.૭૪ ટકા વરસાદ પડયો છે. રાજયમાં સરેરાશ મોસમનો વરસાદ ૪.૮ર ટકા નોંધાયો છે. મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઇ ગઇ છે. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસ મુખ્ય ખરીફ પાક છે. જયાં સિંચાઇની સુવિધા હતી ત્યાં આગોતરી વાવણી થઇ હતી.
સામાન્ય રીતે વરસાદ માટે જૂલાઇ-ઓગષ્ટ મહત્વનો મહિનો ગણાય છે. ચોમાસાના પ્રારંભે જ વરસાદના કારણે નદીઓ, જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મોસમનો ૭.ર૧ ટકા, રાજકોટ જિલ્લામાં ૩.૩ર ટકા, મોરબી જિલ્લામાં ૩.૮૧ ટકા, જામનગર જિલ્લામાં પ.ર૯ ટકા, દ્વારકા જિલ્લામાં ૧૭.ર૭ ટકા, પોરબંદર જિલ્લામાં પ.પ૯ ટકા, જુનાગઢ જિલ્લામાં ૪.૧૧ ટકા, ગીર સોમનાથ જિલ્લામાં ૧.૭૭ ટકા, અમરેલી જિલ્લામાં ૭.૪૮ ટકા અને ભાવનગર જિલ્લામાં ૮.૩૪ ટકા વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લામાં ૧૦.૩૦ ટકા સાથે સૌરાષ્ટ્રમાં મોસમનો સરેરાશ વરસાદ ૬.૦૪ ટકા પડયાનું સરકાર વર્તુળો નોંધે છે. હવે સમગ્ર રાજયમાં માત્ર ર૬ તાલુકાઓમાં જ વરસાદ વિહોણા છે. કુલ રપ૧ પૈકી ૧પ૦ તાલુકાઓમાં બે ઇંચ સુધીનો વરસાદ થયો છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
