તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
વડોદરાના સાવલી તાલુકામાં ભારે ગાજવીજ સાથે વરસાદ :પવન અને વીજળીના કડાકા સાથે મેઘરાજાની પધરામણી
ટુંડાવ ગોઠડા, લસુંદ્રા, શેરપુરા, વસંતપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો: અનેક ગામોમાં વીજળી ગુલ

વડોદરા:રાજ્યમાં અનેક જિલ્લામાં સચરાચર મેઘસવારી વરસી રહી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે દરમિયાન મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. પવન, વીજળીના કડાકા સાથે મેઘરાજાની પધરામણી થઇ છે.
સાવલી તાલુકાના ટુંડાવ ગોઠડા, લસુંદ્રા, શેરપુરા, વસંતપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા સ્થાનિકોએ ગરમીના ઉકળાટથી રાહત અનુભવી છે. ભારે પવનના લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સાવલીના અનેક ગામોમાં વીજળી ડૂલ થઇ છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
