તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
રાજપીપળા અર્બનમાં 14 વર્ષથી આશાવર્કર તરીકે કામ કરતા બેનને અચાનક છૂટા કરી દેતા પરત લેવા માંગ
રાજપીપલા ટેકરા ફળિયામાં રહેતા પરણિતાની દીકરીનું અચાનક મૃત્યુ થયું. જેમાં આશાબેનની બેદરકારી હોવાનું કહી અધિકારીઓએ ખોટું કારણ બતાવી છુટા કર્યા હોવાનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા : નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ નિતી આયોગ હોય કે કોઈપણ રોગચાળો હોય ટીમ વર્કથી કામગીરી ચાલી રહી છે ત્યારે 14 વર્ષથી સારી કામગીરી કરતી એક મહિલા જેને સારી કામગીરીનો એવોર્ડ પણ મળ્યો છે તેને કોઈપણ વાંક કે કારણ વગર ઉચ્ચ અધિકારીઓ દ્વારા છુટા કરી દેવામાં આવતા આ મહિલા કર્મચારી પર આફત આવી પડી છે. જેના પર ઘર ચાલતું હોય મહિલા કર્મચારી ફરજ પર પરત લેવા આજીજી કરી રહી છે.
મળતી માહિતી મુજબ રાજપીપળા ખાતે રહેતા વસાવા જશોદાબેન દિનેશભાઇ છેલ્લા 14 વર્ષથી આશાવર્કર તરીકે કામગીરી કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર માં ફરજ બજાવતા હતા. જેમાં ગત 7 માર્ચ 2023 ના રોજ રાજપીપલા ટેકરા ફળીયા ખાતે એક પરણિતાને દીકરીનો જન્મ થયો, જે સગર્ભા હતી ત્યારેથી જશોદાબેન તેની કાળજી રાખતા હતા, તેની ડિલિવરી થઇ ત્યારે પણ તેમને મુલાકાત કરી બાળકનું વજન ઓછું છે. તે બાબતે સમજાવી જરૂરી કાળજી રાખવા સલાહ સૂચનો આપી જે તેમની ફરજમાં આવતું હતું.
રાજપીપલા ટેકરા ફળિયામાં રહેતી પરણિતાની આ દીકરી અચાનક મૃત્યુ થયું. જેમાં આ મહિલાએ બેદરકારી રાખી પ્રસુતાને એક પણ વાર મળવા નથી ગઈ એમ કહી અધિકારીઓ એ ખોટું કારણ બતાવી છુટા કરી દીધાં, મહિલા આજીજી કરતી રહી પ્રસૂતાને મળવા ગયા હોવાના અને તેનું કાઉન્સેલિંગ કરવાના પુરાવા પણ બતાવ્યા છતાં અધિકારીઓ માનવા તૈયાર નથી. આવી ઘણી પ્રસૂતાઓ છે કે જેમના બાળકની 2 કિલો 2,50 કિલો વજન હોવા છતાં કોઈ જોવા સુધ્ધા જતું નથી, પણ કુપોષિત બાળકી ના મોંતનું કારણ ગણાવી અધિકારીઓ એ આ 14 વર્ષથી સેવા બજાવતા જશોદાબેન વસાવા ને તંત્ર છુટા કરી દેવામાં આવ્યા જે બાબતે આરોગ્ય અધીકારી તપાસ કરે અને સાચી હકીકત લાવી મહિલા પ્રસૂતા સાથે મળી હોય જેના પુરાવા ચેક કરી પુનઃ કામગીરી સોંપે એવી માંગ મહિલાના પરિવાર કરી રહ્યા છે
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
