<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

નમારીયા ગામે જુગાર રમતા શખ્શોને રૂપિયા 21, 650 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નમારીયા ગામમાં ચાલતા જુગાર ઉપર તિલકવાડા પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારીઓને ઝબ્બે કર્યા છે
   મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસ મથકના પીએસઆઈ જે. એમ. લટાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ને મળેલી બાતમીના આધારે નમારિયાં ગામમાં જુગાર ઉપર રેડ કરતા ભાદરવા દેવ મંદિરના ઓટલા ઉપર જુગાર રમતા જુગારીઓમાં (૧) દિપક બાવાભાઈ બારીયા (૨) કંચન હીરાભાઇ બારીયા (૩) ભરત મથુરભાઇ તડવી (૪) સાકીર ઇસબખા નકુમ (તમામ રહે.નમારીયા તા.તિલકવાડા જી.નર્મદા) (૫) અલ્પેશ ઉર્ફે કલ્પેશ મનસુખભાઇ બારીયા (રહે-નમારીયા)(૬) વિશાલ ગોપાલભાઇ તડવી( રહે-નમારીયા) (૭) અક્ષય ઉર્ફે અખાભાઇ ગોલાભાઇ ભીલ (રહે- નમારીયા) (૮) વીજય ઉર્ફે અબ્દુલ ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભુપતભાઇ તડવી( રહે. નમારીયા )નાઓ પોતાના આર્થિક ફાયદા સારુ હારજીતનો જુગાર રમી-રમાડતા તેમની અંગ ઝડતી માંથી રોકડા રૂ.૧૧,૯૨૦ તથા દાવ ઉપરના રૂ.૪,૭૩૦ મળી કુલ જુગારના રોકડા રૂ.૧૬,૬૫૦ તથા મોબાઇલ ફોન નંગ- ૦૧ કિ.રૂ.૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૨૧,૬૫૦ ના મુદ્દામાલ સાથે પોલીસ રેઇડ દરમ્યાન પકડાય જઇ તથા નંબર-૦૫ થી ૦૮ ના શખ્શો નાશી જઈ ગુનો કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:01 PM IST)