તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
વીજ કંપનીની પ્રિ મોન્સુન કામગીરી બાદ કટિંગ કરેલા ઝાડ નહિ હટાવતા વરસાદમાં રોગચાળોની દહેસત
દર વર્ષે વીજ કંપની ઝાડનું કટિંગ કરે છે પરંતુ રસ્તા પર પડેલા ઝાડના ડાળખાં વીજ કંપની નહિ હટાવતા માર્ગ ઉપર ગંદકી જોવા મળે છે:વીજ કંપની દ્વારા કપાયેલા ઝાડના ડાળખાં આખરે પાલિકા તંત્ર એ હટાવવા પડે છે તો વીજ કંપનીની કામગીરીમાં સફાઈની બાબત આવતી નથી..?!

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળા માં દર વર્ષે ચોમાસા પહેલા વીજ કંપની દ્વારા પ્રિ. મોન્સુન કામગીરી કરવામાં આવે છે જેમાં દરેક માર્ગો ઉપર વધેલા ઝાડના ડાળખાંનું કટિંગ થાય છે જેથી કરીને વરસાદ કે વાવાઝોડામાં વધેલાં ડાળખાં વીજ વાયરને ના અડે અને શોર્ટ સર્કિટ જેવી ઘટના ના બને,પરંતુ આખા શહેરમાંથી કપાયેલાં ડાળખાં વીજ કંપની નહિ હટાવતા આ ડાળખાં માર્ગો ઉપર જ પડી રહેતા વરસાદ પડે ત્યારે ત્યાં ગંદકી થતા મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાય તેવી દહેસત ઉભી થાય છે તો શું વીજ કંપનીની કામગીરીમાં સફાઈ બાબતે કોઈ આયોજન નથી હોતું..?
જોકે જાણવા મળ્યા મુજબ વીજ કંપનીની પ્રિ. મોન્સુન કામગીરી બાદ જે તે વિસ્તારોમાં પડેલા ડાળખાં નહિ હટતાં સ્થાનિકો પાલિકા માં ફરિયાદ કરે છે માટે અંતમાં ન છૂટકે પાલિકા કર્મચારીઓ એ આ કચરો પાલિકા ના વાહન માં ઉઠાવવો પડે છે. માટે વીજ કંપની આ બાબતે ગંભીર બની રસ્તા ઉપર પડેલા ડાળખાં પોતાની જવાબદારી માં આવતા હોય તેની યોગ્ય સફાઈ કરે એવી લોકમાંગ છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
