<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

નેત્રાલય સુપર સ્‍પેશ્‍યાલીટી આઇ હોસ્‍પિટલમાં હાઇટેક લેસર મશીન ઉપલબ્‍ધ

 

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ નેત્રાલય સુપર સ્‍પેશ્‍યાલીટી આઇ હોસ્‍પિટલના વિટ્રીઓ રેટીના સર્જન ડો.પાર્થ રાણા જણાવે છે કે વિવિધ કારણોસર આંખની રેટીનાના રોગોમાં વધારો થયો છે. તેમજ કોરોના બાદ ડાયાબીટીસ રેટીનોપથીના કેસ પણ વધ્‍યા છે. ત્‍યારે સારવાર માટે આવતા ૩૦ થી ૪૦ ટકા દર્દીને લેસરની સારવારની જરૂર પડે છે. પરંતુ રેટીનાની વિવિધ તકલીફથી પીડાતા દર્દીની લેસર સારવાર માટે હાલમાં ગુજરાતમાં સિંગલ સ્‍પોટ લેસર મશીનન જ ઉપલબ્‍ધ  હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

રાજ્‍યમાં પ્રથમવાર ‘નેત્રાલય સુપર સ્‍પેશ્‍યાલીટી આઇ હોસ્‍પિટલ'માં અત્‍યાધુનિક હાઇટેક લેસર મશીન ઉપલબ્‍ધ થયું છે. જેનાથી ૩૦ સેકન્‍ડને બદલે માત્ર ૧ સેકન્‍ડમાં ૬૪ લેસર સ્‍પોટની સ્‍પીડ હોવાથી સારવાર ઝડપી અને એક્‍યુરેટ બની છે. તેનાથી ઉંમર લાયક દર્દી કે જેમને આંખના પડદાનું લેસર કરવામાં ઘણી ડિસકમ્‍ફર્ટ થતી હતી તેને નિવારી શકાશે. અને તેના રિઝલ્‍ટ પણ ઘણા સારા આવતા હોવાનું જણાવાયું છે.

૧ જુલાઇથી નેત્રાલય સ્‍કીમ ડેવલપમેન્‍ટ એકેડેમી શરૂ કરશે. જેમાં ડોકટર્સ અને ગ્રેજ્‍યુએટ સ્‍ટુડન્‍ટ અને ૧૨ પાસ સ્‍ટુડન્‍ટ માટે ૬ મહિનાથી ૧૨ મહિનાના કોર્સ ડિઝાઇન કરાયા છે.

(4:39 PM IST)