તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું: સવાર 10 વાગ્યા સુધીમાં વલસાડના કપરાડામાં વધુ દોઢ ઇંચ વરસાદ : ઉમરગામમાં 15, નાંદોદમાં 10, વાપીમાં 9, જલાલપોરમાં 8 મિમિ વરસાદ વરસ્યો ,સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 17 તાલુકામાં વરસાદ

સુરત : દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે,સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લાના કપરાડામાં 1.3 ઇંચ વરસાદ વરસ્યો છે.
સવારે 10 વાગ્યા સુધીમાં કપરાડામાં 32 મિ.મી., ઉમરગામમાં 15, નાંદોદમાં 10, વાપીમાં 9, જલાલપોરમાં 8, નેત્રંગમાં 6, પલસાણામાં 4, નવસારીમાં 3, વલસાડમાં 3, તિલકવાડામાં 3, આમોદમાં 3, ચિખલીમાં 3, પારડીમાં 3, ચોર્યાસીમાં 2, ગણદેવીમાં 2, ઓલપાડમાં 1 અને નસવાડીમાં 1 મિ.મી. વરસાદ નોંધાયો છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
