તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
મારા નળકાંઠાના ખેડૂતોનું સપનું જલ્દી પૂર્ણ થશે : ધારાસભ્ય હાર્દિક પટેલ
સૌરાષ્ટ્ર શાખા નહેર પર પાઈપ લાઈનના કામનું ધારાસભ્ય હાર્દિક પટેલે નિરીક્ષણ કર્યું તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના ૧૩ ગામના ખેડૂતોને નર્મદાનું પાણી મળે તે હેતુ સાથે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહની દીર્ઘદ્રષ્ટિ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સહયોગથી ૧૪૦૦ કરોડ રૂપિયાની યોજના બનાવી જેનું પ્રથમ ચરણમાં ૩૦૦ કરોડનું કામ પ્રગતિમાં છે. આજે સૌરાષ્ટ્ર શાખા નહેર પર પાઈપ લાઈનના કામનું ધારાસભ્ય હાર્દિક પટેલે નિરીક્ષણ કર્યું તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પ્રથમ ચરણની આ યોજના ૧૬ મહિનામાં પૂર્ણ કરવાની હતી પરંતુ કામની ઝડપના કારણે માત્ર ૧૦ મહિનામાં આ કામ પૂર્ણ થશે અને ઘોડા ફીડરમાં નર્મદાનું પાણી આપવામાં આવશે. ત્યારવાડ દ્રિતિય ચરણમાં દરેક ગામના ખેતરો સુધી પાઇપ લાઈન લંબાવવામાં આવશે. આ યોજનાથી મારા નળકાંઠા વિસ્તારના ખેડૂતોને બારે માસ ખેતીનો લાભ મળશે અને ખેતીની આવક પણ બમણી થશે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
