<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

મોડીરાત્રે વલસાડમાં ધોધમાર વરસાદ : એક કલાકમાં દોઢ ઇંચ ખાબક્યો : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

એમ.જી.રોડ, ખત્રીવાડ, છીપવાડ, દાણાબજાર, છીપવાડ અંડર પાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી

વલસાડ: શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે. એક કલાકમાં 1.38 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તાર પાણી પાણી થયા છે. એમ.જી.રોડ, ખત્રીવાડ, છીપવાડ, દાણાબજાર, છીપવાડ અંડર પાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની પ્રિમોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ છે. શહેરમાં મુખ્ય વરસાદી પાણીની ગટરો સાફ ન થવાને કારણે પાણી ભરાયાનો આક્ષેપ છે.

(11:03 AM IST)