<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

આબુ પર્વત ઉપર આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને બજરંગદળની રાષ્‍ટ્રીય બેઠક ડો.તોગડીયાની અધ્‍યક્ષતામાં યોજાઇ

હિન્‍દુ સમાજ વધુ સંગઠીત થાય તે માટે પ્રયાસો સહિતની બાબતો અને ચર્ચા-વિચારણ

(વિમલ ઠાકર દ્વારા) દામનગર,તા. ૧૮: આંતરરાષ્ટ્રીય હિન્‍દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય બેઠક આબૂ પર્વત ઉપર સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય હિન્‍દુ પરિષદ રાષ્ટ્રીય અધ્‍યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય મંત્રીમાં રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મહિલા પરિષદ રાષ્ટ્રીય અધ્‍યક્ષ મુકતાબેન મકાણી રાષ્ટ્રીય મંત્રી શ્રી કૂ.માલાબેન રાવલ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી મા શશીકાંત પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી માં નિર્મલસિંહ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્‍ત મહામંત્રી મા વસંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્‍યક્ષ રાષ્ટ્રીય બજરંગદળમાં વનરાજસિંહ ખેર પંજાબ પ્રદેશ અધ્‍યક્ષ વિજય જી કપુર રાષ્ટ્રીય અધ્‍યક્ષ હિન્‍દુ હેપલાઈનમા વિજય જી રેડી વિગેરે પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા આગામી દિવસોમાં હિન્‍દુ સમાજ વધુ સંગઠીત થાય એવા પ્રયાસો કરવા પડશે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

(10:19 AM IST)