News of Monday, 17th June 2024
અમદાવાદ જિલ્લામાં 110થી વધુ સ્કૂલોને ફાયર સેફટી મામલે નોટીસ ફટકારાઇ : 1900થી વધુ સ્કૂલોમાં ચેકીંગ કાર્યવાહી
શહેર ડીઈઓ હેઠળની 57 સ્કૂલો અને ગ્રામ્ય ડીઈઓ હેઠળની 55 સ્કૂલો સહિત 110થી વધુ સ્કૂલોમાં ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો નહોતા

અમદાવાદ : રાજ્યની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ કરવામા આવી હતી અને સ્કૂલો ચાલુ રાખવામા આવી હતી. અમદાવાદ જિલ્લામાં 110થી વધુ સ્કૂલો કે જેઓને ફાયર એનઓસીની જરૂર ન હતી પરંતુ ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન હોવાથી નોટિસ આપવામા આવશે. અમદાવાદની 1900થી વધુ સ્કૂલોમાં ચેકિંગ કરવામા આવ્યુ હતું.
રાજકોટના અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગના આદેશથી રાજ્યની સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને અગાઉ સઘન ચેકિંગ કરાયુ હતુ. રાજ્યના તમામ જિલ્લા ડીઈઓ-ડીપીઓ દ્વારા રૂબરૂ ચકાસણી કરવામા આવી હતી અને તમામ સ્કૂલો પાસેથી ફાયર સેફટીના લગતા પ્રમાણપત્રો મંગાયા હતા.જેમાં અગાઉ અમદાવાદ કેટલીક સ્કૂલોમાં ફાયર NOC રીન્યુ ન હતી અને તેઓને રીન્યુ કરવા આદેશ કરાયો હતો.
જેના પગલે આજે તમામ જિલ્લામાં રવિવારે રજાના દિવસે પણ સ્કૂલો ચાલુ રહી હતી. હાઈકોર્ટના આદેશના પગલે ગઈકાલે થયેલા ઈન્સપેકશનમાં અમદાવાદ શહેર ડીઈઓ હેઠળની 57 સ્કૂલો અને ગ્રામ્ય ડીઈઓ હેઠળની 55 સ્કૂલો સહિત 110થી વધુ સ્કૂલોમાં ફાયર સેફ્ટીના જરૂરી સંસાધનો ન હોવાનું ધ્યાને આવ્યુ હતુ.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
