<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

અમદાવાદના ગીતા મંદિર નજીક જ્વેલર્સના કર્મચારી પાસેથી 1 કિલો સોનું ભરેલી બેગ છીનવી લૂંટારુંઓ ફરાર : સનસનાટી

સોની જવેલર્સનો કર્મી માણેકચોકથી નીકળ્યો અને કાગડાપીઠ નજીક એક્ટિવા પર પહોચ્યો ત્યારે લૂંટારુંઓએ કર્મચારીનું વાહન રોકાવીને સોના ભરેલી બેંગ પડાવી લીધી

અમદાવાદના ગીતા મંદિર નજીક લૂંટની ઘટના બની છે. જ્વેલર્સના કર્મી પાસેથી બેગ છીનવીને શખ્સો ફરાર થઇ ગયા છે. જ્યારે 2 લૂંટારૂઓએ લૂંટને અંજામ આપ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. જ્યારે એક કિલો સોનાની લૂંટ ચલાવી હોવાનો અંદાજ છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ક્રાઈમબ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સાંજના સમયે અમદાવાદના ગીતા મંદિર નજીક જ્વેલર્સના કર્મીની બેગ લૂંટી લેવાનો બનાવ બન્યો હતો. લૂંટાયેલી બેગમાં એક કિલો સોનાના દાગીના હોવાનો અંદાજ છે, ત્યારે વાહન વ્યવહારથી ધમધમતાં ગીતા મંદિર વિસ્તારમાં બે શખ્સોએ લૂંટને અંજામ આપતાં ચકચાર મચી જવા પામી છે.
    મળતી માહિતી અનુસાર, સોની જવેલર્સનો કર્મી માણેકચોકથી નીકળ્યો હતો અને કાગડાપીઠ નજીક એક્ટિવા પર પહોચ્યો હતો, ત્યારે લૂંટારુંઓએ કર્મચારીનું વાહન રોકાવીને સોના ભરેલી બેંગ પડાવી લીધી હતી. લૂંટારુંઓ જ્વેલર્સની સોનું ભરેલી બેગની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. જ્યારે બેગમાં એક કિલો સોનાના દાગીના હોવાનો અંદાજ છે. સાથે જ લૂંટને અંજામ આપનારા શખ્સો પણ એક્ટિવા લઈને આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
   લૂંટની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જે વિસ્તારમાં લૂંટની ઘટના બની ત્યાંના અને જે દિશામાં લૂંટારુંઓ ફરાર થયા છે, તે રસ્તા પરના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા લૂંટાયેલા કર્મીની પણ પૂછપરછ કરી વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:33 PM IST)