તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 15th June 2024
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી :ખોખરા અમરાઈવાડીમાં વરસાદ ખાબક્યો
રબારી કોલોની વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

અમદાવાદ : હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. ખોખરા અમરાઈવાડીમાં વરસાદ વરસાદ ખાબક્યો છે. બીજી બાજુ રબારી કોલોની વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
