તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
પહેલા માત્ર અરજી લીધા બાદ : આખરે આમલેથા પોલીસે અનાથ બાળાઓને મારનાર વિરૂદ્ધ ફરિયાદ નોંધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામમાં બે અનાથ બાળાઓને માર મારનાર વિરૂદ્ધ ફરિયાદ નોંધી બે વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર જીજ્ઞાશાબેન મુકેશભાઈ વસાવા (રહે.ઢોલાર) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ ગઇ તા.૦૩/૦૬/૨૦૨૪ નાં રોજ જીજ્ઞાશાબેન પોતાનાં ઘરે હતા તે વખતે પુષ્પાબેન રજનીકાંતભાઇ કનુભાઇ વસાવા નાઓ તેમના ઘરે આવી કહેવા લાગેલ કે તમારા લીધે મારી છોકરી પલ્લવીબેન કેનાલમાં કુદીને મરી ગઈ છે તેમ કહેતા જીજ્ઞાશા બેને જણાવેલ કે તમારી છોકરી મારા લીધે મરી નથી તેમ કહેતા પુષ્પા બેન એકદમ ઉશ્કેરાઇ જઇ ગમે તેમ ગાળો બોલી ચંપ્પલ વડે જમણી આંખના ભાગે મારી દીધેલ તથા જમીન ઉપર પડેલ લાકડી વડે બરડાના ભાગે બે ત્રણ સપાટા મારી દીધેલ ત્યારબાદ જીજ્ઞાસા બેન બૂમાબૂમ કરતા પુષ્પા બહેન ત્યાંથી જતા રહેલ તે બાદ ગઇ તા.૧૨/૦૬/૨૦૨૪ ના રોજ જીજ્ઞાશા બેન અને તેમના બહેન જયોતીબેન ઢોલાર ગામથી ઢોલાર બસ સ્ટેશન તરફ ચાલતા જતા હતા તે વખતે પુષ્પાબેન નાઓ તથા તેમના પતિ મો.સા. ઉપર આવી જતા તેમણે મો.સા. ઉભી રાખી કહેવા લાગેલ કે તારી નાની બેન જયોતીબેન પણ તારી સાથે રહે છે. તેમ કહી જયોતી બેનને ઢીક્કાપાટુનો માર મારવા લાગેલ તે વખતે રાજેશભાઇ સેંગાભાઇ વસાવા નાઓ પણ ત્યાં આવી જઇ જયોતીબેનને દોરડા વડે પગના ભાગે માર મારેલ અને પુષ્પા બેન એ જયોતીબેનને કહેલ કે તુ તારી બહેન સાથે ફરીશ તો તને પણ જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હોય આમલેથા પોલીસે બંને વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.જોકે આ ઘટના માં બાળ કલ્યાણ સમિતિ ના ચેરમેન ભાઈલાલભાઈ પરમાર, એડવોકેટ વંદનાબેન ભટ્ટ સભ્ય બાળ કલ્યાણ સમિતિ નર્મદા, ઉત્કર્ષભાઈ પંડ્યા સભ્ય બાળ કલ્યાણ સમિતિ નર્મદા, દિનેશભાઈ વસાવા સભ્ય બાળ કલ્યાણ સમિતિ નર્મદા નાઓ એ દરમિયાનગીરી કરતા બંને અનાથ બાળકીઓ ને ન્યાય મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના બન્યા બાદ આમલેથા પોલીસે માત્ર અરજી લઈ કાર્યવાહી કરી હતી પરંતુ જ્યારે આ દીકરીઓનું મેડિકલ ચેકઅપ કરાવવા બાળ વિભાગ ની ટીમ સિવિલ પર લઈ ગઈ ત્યારે ફરજ પરના ડોકટરે આમલેથા પોલીસ માં જાણ કર્યા બાદ પોલીસે ફરિયાદ નોંધવી પડી હતી.નહિ તો આ ગંભીર બાબત પણ અરજી ઉપરજ ચાલી ગઈ હોત
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
