તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
નર્મદા જીલ્લાના પોલીસ વડા દ્વારા જીલ્લામાં સાઈબર ક્રાઈમ અંગે અવરનેસ લાવવા પ્રેસ કોન્ફરન્સ રખાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:હાલમાં સાઈબર ક્રાઈમ ના બનાવો ને ધ્યાને રાખતા રાજ્યમાં સામાન્ય પ્રજા સાઈબર ક્રાઈમનો ભોગ ન બને અને સાઈબર ક્રાઈમ સંબધે જાગૃત રહે તે હેતુસર તમામ જીલ્લાઓ મા સાઇબર ક્રાઈમ અવરનેસ સંબધે જરૂરી લોકલ પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ રાખી છેવાડા ના ગામના માણસ સુધી પ્રચાર-પ્રસાર માધ્યમથી સાઈબર ક્રાઈમ જાગૃતતા લાવવાની સુચના અનુસંધાને પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લાના મિડીયા મિત્રોને આમત્રિત કરી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આર.જી ચૌધરી ઈ/ચા પોલીસ ઈન્સપેક્ટર સાઈબર ક્રાઈમ પો.સ્ટે તથા તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો, આ પ્રેસ કોન્ફરન્સમાં સાઇબર ક્રાઈમ અવરનેસ અંગેની માહીતી પત્રકાર/સોશીયલ મિડીયા મિત્રોને આપવામાં આવેલ જેમા OTP/CVV/PIN કોઈને આપવા નહી, અજાણયા ઈસમોની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકરવી નહી, સોશિયલ મિડીયા મા મોકલવામાં આવતી લિંક ખાત્રી કર્યા વગર ખોલવી નહી, ઈન્ટરનેટ પર અંગત માહીતી શેર કરવી નહી, સોશીયલ મિડીયા મા બનેલ મિત્ર સાથે નાણા વ્યવહાર કરવા નહી કિમંતી ભેટ સ્વીકારવા નાણા આપવા નહી, ડેટીગ/લવ સ્કેમથી સાવધાન રહેવુ, અજાણ્યા નંબર થી આવતી લોભમણી સ્કીમો થી સાવધાન રહેવુ વગેરે જેવી સાઈબર ક્રાઇમ અવરનેસ અંગે માહીતી આપવામાં આવી તેમજ સાઇબર ક્રાઈમનો ભોગ બનેલા વ્યક્તિઓએ સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર-૧૯૩૦ ઉપર તાત્કાલીક સંપર્ક કરી ફ્રોડ અંગેની સંપુર્ણ જાણકારી આપી ફરીયાદ રજીસ્ટર કરી નજીકના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જાણ કરવા અપીલ કરવામાં આવી.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
