News of Saturday, 15th June 2024
મરસણ ગામે જુગાર રમતા 11 જુગારીને રૂપિયા 12.340 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ના મરસણ ગામમાં જુગાર રમતા જુગારીઓ ને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડયા હતા
મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસે બાતમીના આધારે મરસણ ગામે ભાથીજી મહારાજના મંદિરના ખુલ્લા ઓટલામાં લાઇટના થાંભલાના અજવાળે જુગાર રમતા (૧) વિક્રમ ગોકુલભાઈ તડવી (૨) મિતેશ શનાભાઈ તડવી(૩) મેહુલ ગોપાલભાઈ તડવી (૪) અશ્વિન રમણભાઈ તડવી(૫) કંચન દેવાભાઈ તડવી(૬) જીજ્ઞેશ ભલુભાઈ તડવી(૭) ઉકડ ચીમનભાઈ તડવી (૮) કમલેશ ઉક્કડભાઈ તડવી (૯) સતિષ બલુભાઈ તડવી (૧૦) રામુ મેલજીભાઈ તડવી,( તમામ રહે-મરસણ મંદિરવાળુ ફળિયુ તા.તિલકવાડા જી.નર્મદા) તથા (૧૧) પ્રતાપ શાંતિલાલ વસાવા(મૂળ રહે. મોટાલીમટવાડા તા.નાદોદ જી નર્મદા હાલ રહે-મરસણ મંદિરવાળુ ફળિયુ તા.તિલકવાડા જી.નર્મદા) નાઓ ને પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી-રમાડતા હતા, તેમની અંગ-ઝડતીમાંથી રોકડા રૂ.૧૦, ૮૮૦/- તથા દાવ ઉપરના રૂ.૧૪૬૦/- મળી કુલ રૂ.૧૨૩૪૦/- ના મુદ્દામાલ સાથે પોલીસ રેઇડ દરમ્યાન પકડી ગુનો દાખલ કર્યો છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
