તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Saturday, 15th June 2024
સુરતના ભેસ્તાન વિસ્તારમાં મામાએ ભાણેજ સાથે આચર્યુ દુષ્કર્મ
બાળકીને હોસ્પિટલ લઈ જતા મામાનું કારનામું આવ્યું બહાર :પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

સુરત,તા.૧૫ : સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં શરમ જનક ઘટના સામે આવી છે. જેમાં પંથકમાં ૯ વર્ષની બાળકી સાથે તેના ઘરમાં રહેતા મામાએ ધમકાવી ફોશલાવી બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જે મામલે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ સુરતના ભેસ્તાન વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે. બહેન સાથે રહેતા ભાઈએ ૯ વર્ષની ભાણકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. હવસખોર મામાએ ભાણેજને ડરાવી ધમકાવી દુષ્કર્મ આચર્યું હતું. તેણે ૩ થી ૪ વાર બદકામ કર્યુ હતું. બ્લીડિંગ સતત ચાલુ રહેતા ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ જવાઈ હતી, જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયાનું બહાર આવ્યું હતું. પોલીસે નરાધમ મામાની શોધખોળ હાથ ધરી હતી.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
