<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

સ્‍વયં અને સમાજ માટે યોગઃ ગાંધીનગર જિલ્લામાં ૧૪૬૨ સ્‍થળોએ ૨.૬૦ લાખ લોકો યોગ કરશે

૧૦માં વિશ્વ યોગ દિનની ઉજવણીની માહિતી આપતા કાર્યકારી કલેકટર સંજય મોદી

ગાંધીનગરમાં યોગ દિનની ઉજવણી નિમિતે આજે ઇન્‍ચાર્જ કલેકટર શ્રી સંજય મોદીએ પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્‍વીરમાં બાજુમાં મ્‍યુ.કમિશનર જે.એમ. વાઘેલા,એસ.પી. રવિ તેજા વાસમશેટી અધિકારીઓ ઉપસ્‍થિત છે

ગાંધીનગર,તા. ૧૫: સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગાંધીનગર જિલ્લામાં દશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉત્‍સાહપૂર્વક વધુમાં વધુ લોકો સ્‍વયં સહભાગી બને તેવા ઉમદા આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવનાર છે, તેવું જિલ્લાના ઇ.ચા. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીએ જણાવ્‍યું હતું.

ગાંધીનગર જિલ્લામાં યોજાનાર દશમા વિશ્વ યોગ દિવસની ઉજવણીની માહિતી આપતાં જિલ્લાના ઇ.ચા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીએ ઉમેર્યું હતું કે, દશમા વિશ્વ યોગ દિવસની ઉજવણી ‘સ્‍વયં અને સમાજ માટે યોગ'ની થીમ ઉપર ઉજવવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસે જિલ્લાના નાગરિકો સ્‍વયં રીતે સહભાગી બને અને યોગ નિયમિત રીતે જીવન શૈલીમાં સમાવેશ કરવાથી શું ફાયદા થાય તેની જાગૃત્તિ આપવા માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સાથે કર્મયોગીઓ સહભાગી બન્‍યા છે.

જિલ્લા કલેકટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વર્ષે ગાંધીનગર જિલ્લામાં દશમા વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત ૧૩ આઇકોનિક સ્‍થળ નક્કી કરવામાં આવ્‍યા છે. જેમાં અડાલજની વાવ, ત્રિમંદિર, મહાત્‍મા મંદિર, ડભોડિયા હનુમાન મંદિર, કંથારપુર વડ, સાંપાની વાવ, મહુડી જૈન મંદિર, અંબાપુરની વાવ, રૂપાલ વરદાયિની માતાનું મંદિર, ઇફકો કલોલ, ગલુદણની વાડી, માણસા કોલેજ અને સ્‍વામિનારાયણ ગુરૂકુલ, કલોલ નો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શહેરી અને ગ્રામ્‍ય એમ વિસ્‍તારમાં અલગ અલગ થશે. જેમાં શહેરી કક્ષાનો કાર્યક્રમ સ્‍વર્ણિમ વિસ્‍ટા પાર્ક અને ગ્રામ્‍ય કક્ષાનો સ્‍વામિનારાયણ ગુરૂકુલ, કલોલ ખાતે યોજાશે. આમ જિલ્લામાં કુલ- ૧૪૬૨ સ્‍થળો ખાતે યોગ કાર્યક્રમ યોજાશે. જેમાં અંદાજે ૨ લાખ ૬૦ હજાર જેટલા નાગરિકો સહભાગી બનશે. આ કાર્યક્રમ જિલ્લાની તમામ શાળાઓ, પી.એચ.સી. સી.એચ.સી. સહિત નક્કી થયેલ જગ્‍યાઓ પર યોજવાનું સુચારું આયોજન કરવામાં આવ્‍યું છે. જિલ્લાના કક્ષાના શહેરમાં આયોજિત યોગ કાર્યક્રમમાં અંદાજિત ૫ હજાર જેટલા અને ગ્રામ્‍ય કક્ષાએ અંદાજે ૩ હજારથી વધુ લોકો સહભાગી બનશે.

દશમા વિશ્વ યોગ દિવસમાં ગાંધીનગર જિલ્લાના નાગરિકોને સહભાગી થવા માટે પણ જિલ્લા કલેકટર શ્રી સંજય મોદીએ અપીલ કરી છે

(4:21 PM IST)