News of Saturday, 15th June 2024
ગુજરાતમાં ૨૬ બેઠકો જીતવાની હેટ્રીક ન થઈ તેની જવાબદારી મારી : સી.આર.પાટીલ
કાર્યકર્તા અભિવાદન સમારોહમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષનું નિવેદન

સુરત : લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠક મેળવવાની હેટ્રિક નથી થઈ એની જવાબદારી પોતાની હોવાનો સ્વીકાર કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે શુક્રવારે સ્વીકારી હતી. કેબિનેટ મંત્રી બન્યા બાદ આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહમાં પાટીલે જણાવ્યું હતું કે, એક બેઠક ૩૦ હજાર મતે ગુમાવવી પડી એ મારી ભૂલ હશે. કયાંક કચાશ રહી ગઈ હશે. તેમણે ઉમેર્યું હતું કે, રેકોર્ડ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.
ભલે એક સીટ ગુમાવી પરંતુ કોંગ્રેસને મળેલા મતની સરખામણીમાં ભાજપને ૧.૮૩ લાખ મત મળ્યા છે. જેમાં સુરતની બિનહરીફ ઐતિહાસિક બેઠકના ૮ લાખ મતનો ઉમેરો કરીએ તો ભાજપને મળેલા મતની સંખ્યા હજુ પણ વધશે. પક્ષના કાર્યકર્તાઓને કારણે જ કોંગ્રેસના ઉમેદવાર હારી જવાની સ્થિતિ પારખીને તેના હાજા ગગડી ગયા હતા.
તેમણે જળ શક્તિ મંત્રાલય હેઠળના વરસાદી પાણીના સંગ્રહ અને ૧૦ ફૂટના વળક્ષો વાવવાની ઝુંબેશને આગળ ધપાવા હાકલ કરી હતી. ૨૦ જુલાઈથી પ્રદેશ અધ્યક્ષ તરીકેની કામગીરી પણ પક્ષના કાર્યકર્તા વિના કરી શકે એમ નહીં હોય સહકાર આપવાની અપીલ કરી હતી.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
