તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Saturday, 15th June 2024
મનસુખ માંડવિયાએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પુજા અર્ચના કરી

વેરાવળ તા.૧૫: કેન્દ્રની મોદી સરકાર ૩.૦ માં શ્રમ અને રોજગાર તેમજ યુવા વિકાસ વિભાગમાં નવનિયુકત મંત્રી પદ સાંભળનાર ડો.મનસુખભાઇ માંડવીયાએ સજોડે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. પ્રથમ મંત્રી માંડવીયાએ સોમનાથ મહાદેવને જલાભિષેક અને પુજા અર્ચના બાદ સોમેશ્વર પુજા તેમજ પાઠ-પુજા કરી હતી અને દેવાધીદેવ સોમનાથ મહાદેવને કલાત્મક પાઘડી અર્પણ કરી હતી. સોમનાથ મહાદેવને દર્શન કરી દેશ અને રાજયની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
સોમનાથ ખાતે કેન્દ્રીય મંત્રીનું ટ્રસ્ટના જી.એમ. વિજયસિંહ ચાવડા દ્વારા સ્મૃતિ ભેટ આપી અભિવાદન કરાયું હતું. કેન્દ્રીય મંત્રીના સોમનાથ દર્શનના પ્રવાસ દરમ્યાન ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, માજી મંત્રી જશાભાઇ બારડ, સાંસદ રાજેશ ચુડાસમા, પાલિકા પૂર્વ પ્રમુખ કિશોર કુહાડા સહિતના ભાજપના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
