<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

BSNL-DOT પેન્‍શનર્સ એસો.ની ભુજ ખાતે કોન્‍ફરનાઃ ત્રણ તબકકામાં આંદોલન શરૂ કરવા નિરણ : પેન્‍શન રીવીઝન મુખ્‍ય મુદો

રાજકોટ તા. ૧પ :.. તાજેતરમાં ભુજ ડીસ્‍ટ્રીકટ કોન્‍ફરન્‍સ ડીસ્‍ટ્રીકટ પ્રેસિડેન્‍ટ જે. ટી. સંઘવીના અધ્‍યક્ષપદે યોજાયેલ. સર્કલ સેક્રેટરી અને સેન્‍ટ્રલ હેડ કવાર્ટરના વાઇસ પ્રેસિડેન્‍ટ મનુભાઇ ચનિયારા, સર્કલ પ્રેસિડેન્‍ટ એન. એન. પટેલ, સુનીલભાઇ જે. ઠાકર, સર્કલ સેક્રેટરી ખાસ અતિથી વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેલ અને પ્રાસંગીક વકતવ્‍ય આપેલ અને નિવૃત કર્મચારીના પ્રશ્નો ઉકેલવા ખાત્રી આપેલ હતી. એમ. એમ. વૈદ્ય ડીસ્‍ટ્રીકટ સેક્રેટરી અતિથી તથા અધિકારીનું સ્‍વાગત અને શાલ અર્પણ કરી સન્‍માન કરેલ.વર્ષ ર૦ર૪-ર૦ર૬ માટે કારોબારીની સર્વાનુમતે નકકી કરવામાં આવેલ. જેમાં આર. જે. મહેશ્વરી પેટર્ન, જે. ટી. સંઘવી ડીસ્‍ટ્રીકટ પ્રેસિડેન્‍ટ, એમ. એમ. વૈદ્ય ડીસ્‍ટ્રીકટ સેક્રેટરી એ. એસ. પાઠક ડીસ્‍ટ્રીકટ ટ્રેઝરર તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. સર્કલ સેક્રેટરી તથા પ્રેસિડેન્‍ટએ નવા હોદેદાર તથા કારોબારી સભ્‍યોને અભિનંદન પાઠવેલ. આ પછી પેન્‍શન રીવીઝન પ્રશ્ને આંદોલનાત્‍મક કાર્યક્રમ.

અંગે નિર્ણય લેવાયેલ હતો. જેમાં તા. ર-૭-ર૦ર૪ ના રોજ માંગણી દિવસ તથા તમામ સ્‍તરે મેમોરેન્‍ડમ આપવા, ઓગસ્‍ટ ર૦ર૪ માં સીસીએ કચેરીઓ સુધી માર્ચ ગુજરાત-અમદાવાદ ખાતે, સપ્‍ટેમ્‍બર ર૦ર૪ માં ચલો દિલ્‍હી, બીજા અને ત્રીજા કાર્યક્રમની તારીખો ડીમાન્‍ડ ડે પછીની આગામી વર્ચ્‍યુઅલ મીટીંગમાં નકકી કરવામાં આવશે.

(3:52 PM IST)