<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

સુરતના જહાગીરપુરામાં એક જ પરિવારના ૪ સભ્‍યોના ઘરમાંથી મૃતદેહ મળ્‍યા : સામુહિક આપઘાતની શંકા

ગત વર્ષે ૭ લોકોએ જીવન ટુકાવ્‍યું હતુ પરિચિત વ્‍યકિત સવારે નાસ્‍તો આપવા આવી ત્‍યારે દરવાજો ન ખુલતા પોલીસને જાણ કરેલ : દરવાજો તોડી અંદર જતા ચાર વૃધ્‍ધોના મૃતદેહ મળેલ

સુરત તા. ૧૫ : શહેરમાં ફરી એકવાર સામુહિક આપઘાતની ઘટના બની હોવાની આશંકા ઉભી થઇ જયારે જહાગીરપુરામાં ચાર લોકોની ઘરમાંથી લાશ મળી આવી હતી. આ ચાર લોકોએ સામૂહિક આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ ઓક્‍ટોબર ૨૦૨૩ માં પણ આ ラકારની ઘટના સામે આવી હતી જેમાં એકજ પરિવારના ૭ લોકોએ જીવન ટૂંકાવ્‍યું હતું જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થયો હતો.

આજે જહાંગીરપુરામાં વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે. એક જ પરિવારના ૪ લોકોની લાશ ઘરમાંથી મળી આવી હોવાની જાણ થતા ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્‍થળ તરફ દોડી ગયા હતા. રાજન રેસિડન્‍સીમા રહેતા પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાની ચર્ચાઓ ધ્‍યાને આવી છે. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી તપાસ શરૂ કરી છે જોકે ઘટનાનું કારણ હજુ અકબંધ છે.

સુરતમાં ૪ વળદ્ધોના મોતની ઘટનાએ પોલીસતંત્રને દોડતું કર્યું છે. આ ઘટના આપઘાત કે ફૂડ પોઈઝનિંગ છે તે તપાસ નો વિષય બન્‍યો છે. રાતે  ભોજન કર્યા બાદ ૪ વળદ્ધો સૂઈ ગયા હતા જે સવારે ઉઠ્‍યા ન હતા. એક પરિચિત સવારે નાસ્‍તો આપવા ગયા ત્‍યારે દરવાજો ખોલવામાં આવ્‍યો ન હતો. પોલીસને જાણ કરી દરવાજો તોડવામાં આવતા ૪ લોકોની લાશ મળી આવી હતી.

(12:10 PM IST)