News of Saturday, 15th June 2024
૨૮ પ્રકારની સાયબર ઠગ પધ્ધતિ સામે જંગઃ લોકોના કરોડો રૂપિયા બચાવતા અશોક કુમાર યાદવ
વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન રોળાઇ જાય અને લોકો લૂંટાઇ જાય તેવા કારસાને આ આઇપીએસ દ્વારા નિષ્ફળ બનાવાયું

રાજકોટ,તા. ૧૫: વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે અનેકવિધ પ્રયાસો વચ્ચે સાયબર માફીયાઓ દ્વારા વિવિધ પ્રકારે લોકોના નાણા ઠગવા સાથે ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન રોળાઇ જાય તેવા કારસા સામે વિવિધ પ્રચાર અને જાહેર માધ્યમો દ્વારા લોકોને જાગૃત કરવાનું અભિયાન રાજકોટ રેન્જના જાગૃત આઇજી અશોક કુમાર યાદવ દ્વારા ચલાવાતા લોકોના કરોડો રૂપિયા બચાવી લેવામાં સફળતા મળી છે. જે ખૂબ સરાહનીય બાબત છે.
ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા NCCRP પોર્ટલ શરુ કરવામાં આવેલ જેના હેલ્પલાઈન નંબર ૧૯૩૦ છે. શ્રી અશોક કુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ દ્રારા સદર હેલ્પલાઇન નંબરનો રેન્જના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહોળો પ્રચાર-પ્રસાર કરી જે કોઇ પણ વ્યક્તિ સાયબર ક્રાઈમનો કે નાણાકીય ફોડનો ભોગ બને કે તુર્તજ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફરીયાદ નોંધાવવા જણાવવામાં આવેલ છે. જે અન્વયે સાયબર ક્રાઇમનો ભોગ બનનાર અરજદારો દ્રારા ૧૯૩૦ પર કરવામાં આવેલ ફરીયાદમાં અલગ-અલગ કુલ ૨૮ પ્રકારની એમ.ઓ. માં સાયબર ક્રાઇમ સેલ, સી.આઈ.ડી.ક્રાઈમ ગાંધીનગરનાઓ દ્વારા કુલ-૫૩૨૭૯ ફરીયાદો પર જરૂરી તથા ત્વરીત કાર્યવાહી કરી ફરીયાદીના ફ્રોડમાં અંકે કુલ રૂ ૫૦૩,૯૧,૨૮,૪૭૮ જેટલી માતબાર રકમને વિવિધ બેંકોમાં ફ્રિઝ/હોલ્ડ કરાવી ગુજરાત પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
ઉપરોકત કુલ ૨૮ પ્રકારની એમ.ઓ. વાઇઝ મળેલ ફરીયાદમાં ફ્રિઝ/હોલ્ડ કરાવેલ નાણાની વિગત આ મુજબ છે.
ક્રમ સાયબર ક્રાઇમની એમ.ઓ. કુલ ફરીયાદો ફ્રિઝ/હોલ્ડ કરાવેલ નાણા
૧ નકલી ઓળખ આપીને થતી છેતરપીંડી ૧૨૬૬૩ ૫૦૧૭૩૨૪૮૭
૨ શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે થતી છેતરપીંડી ૬૨૨૭ ૨૫૦૫૨૮૮૮૫૫
૩ ક્રેડીટ/ડેબીટ કાર્ડ દ્વારા થતી છેતરપીંડી ૫૬૬૧ ૩૧૭૬૦૭૮૯૭.૫
૪ ઓનલાઇન પ્લેટફોર્મ પરથી ખરીદીના નામે થતી છેતરપીંડી ૪૦૩૮ ૧૫૩૧૯૧૨૪૦.૭
૫ ઓ.ટી.પી. આપ્યા વગર થતી છેતરપીંડી ૩૬૫૪ ૧૯૭૬૬૬૫૦૫.૯
૬ લોનના નામે થતી છેતરપીંડી ૨૭૨૭ ૧૧૭૦૩૭૮૩૯.૨
૭ અજાણી લીંન્ક દ્રારા થતી છેતરપીંડી ૨૪૪૯ ૧૩૭૮૦૦૩૪૭.૬
૮ નોકરીની આપવાની લાલચના બહાને થતી છેતરપીંડી ૧૯૬૩ ૧૧૧૮૭૩૭૭૧.૮
૯ બુકીંગ દ્રારા થતી છેતરપીંડી ૧૭૦૧ ૪૮૦૯૫૭૩૪.૬
૧૦ ફેઇસબુક પર ખોટી ઓળખ ઉભી કરી ૧૪૩૬ ૫૧૬૦૧૫૯૫.૫૩
થતી છેતરપીંડી
૧૧ વોટ્સઅપ પર ટાસ્ક આપી કમાણીની ૧૧૫૮ ૨૯૯૯૬૩૦૭૫.૮
લાલચના બહાને થતી છેતરપીંડી
૧૨ ખોટા કસ્ટમરકેર નંબર ઉભા કરી ૯૧૮ ૫૨૪૨૬૬૪૮.૧૫
ગુગલમાં સર્ચ કરતા થતીછેતરપીંડી
૧૩ ઓ.ટી.પી. મેળવીને થતી છેતરપીંડી ૮૬૩ ૫૦૯૬૪૩૪૦.૭૭
૧૪ ન્યુડ વીડીયોકોલ દ્રારા બલેકમેઇલ કરી થતી છેતરપીંડી ૮૦૨ ૬૭૬૪૮૧૮૧.૮૮
૧૫ પેન્સીલ પેકીંગ કરી કમાણી કરવાના બહાને થતી છેતરપીંડી ૬૨૨ ૯૮૮૯૦૯૨.૧
૧૬ સોસીયલ મીડીયા મારફતે થતી છેતરપીંડી ૫૧૦ ૬૨૬૮૨૦૨૭.૨
૧૭ બ્ન્હ્ સાઇટ પર વસ્તુ વેચાણ બાબતે થતી છેતરપીંડી ૪૩૨ ૧૪૬૮૪૯૪૮
૧૮ વિવિધ સ્કીમોમાં કેસબેક મળશે તેવા બહાને થતી છેતરપીંડી ૪૨૧ ૬૬૪૫૦૧૯.૫
૧૯ KYC અપડેટ કરવાના બહાને થતી છેતરપીંડી ૩૨૦ ૨૦૧૪૫૬૧૭.૩૧
૨૦ ઓનલાઇન મુલાકાત બાદ ગિફટની લાલચમાં થતી છેતરપીંડી ૩૧૫ ૧૬૮૨૪૩૧૮.૫૫
૨૧ લોટરી ઇનામ લાગવાના બહાને થતી છેતરપીંડી ૨૨૬ ૧૦૫૮૯૪૩૭
૨૨ Tours & Travels ટીકીટ બુકીંગના નામે થતી છેતરપીંડી ૨૦૭ ૬૦૯૬૭૨૮.૭૬
૨૩ ESCORT સર્વિશના નામે થતી છેતરપીંડી ૧૪૪ ૪૪૧૫૫૧૦.૪
૨૪ વિમા પોલીસીના નામે થતી છેતરપીંડી ૧૧૮ ૨૬૮૨૧૮૬૮.૪
૨૫ વિજળી બીલ ઓનલાઇન ભરવા બાબતે થતી છેતરપીંડી ૬૮ ૬૦૬૩૦૮૫.૩૮
૨૬ Blackmail દ્વારા થતી છેતરપીંડી ૫૯ ૨૦૩૪૪૮૨૬.૪૫
૨૭ લગ્ન વિષયક પ્રલોભન આપી થતી છેતરપીંડી ૩૪ ૭૨૩૦૪૯.૯
૨૮ અન્ય પ્રકારે થતી છેતરપીંડી ૩૫૪૩ ૨૨૦૩૦૪૪૨૭.૨
કુલ ૫૩૨૭૯ ૫૦૩,૯૧,૨૮,૪૭૮
૨૦૨૪ - ચાલુ વર્ષે જાન્યુઆરી થી મે સુધીમાં ૧૧૦,૮૦,૩૪,૫૪૬
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
