તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th June 2024
ભિલોડા તાલુકા પંચાયતમાં જ લાંચ લેતા કર્મચારી ઝડપાયો
EWS સર્ટિફિકેટ કાઢી આપવા આરોપીએ રૂ. 400 ની લાંચ માંગી હતી.

અરવલ્લીમાં એક કર્મચારી લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના હાથે ઝડપાઈ ગયો હતો. EWS સર્ટિફિકેટ કાઢી આપવા આરોપીએ રૂ. 400 ની લાંચ માંગી હતી. ભિલોડા તાલુકા પંચાયતમાં જ લાંચ લેતા કર્મચારી ઝડપાતા તાલુકા પંચાયતમાં સન્નાટો ફેલાઈ ગયો છે.
આ કેસની વિગત મુજબ અરવલ્લીના ભિલોડામાં ગાંદીનગર એસીબીના અધિકારીઓએ લાંચ લેતા આઉટસોર્સિંગના કર્મચારીને ઝડપી લીધો હતો.
જેમાં આઉંટસોર્સિંગ કરતા કર્મચારી કૌશિક પટેલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપીએ ઈડબલ્યુએસ સર્ચિફિકેટ કાઢવા માટે રૂપિયા 400 ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ કરતા અધિકારીઓએ જાળ બિછાવીને તેને ઝડપી લીધો હતો.
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
