તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
જમ્મુ કાશ્મીરમાં ધાર્મિક યાત્રા પર આતંકવાદીઓ હુમલા મુદ્દે નર્મદા વીએચપી નું કલેકટરને આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:તાજેતરમાં જમ્મુ કાશ્મીર તરફ ધાર્મિક યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓએ કરેલા હુમલાના વિરોધમાં નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી
રાષ્ટ્રપતિને સંબોધીને આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરમાં ધાર્મિક યાત્રાઓ પર નીકળેલા શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓ દ્વારા બસને ટાર્ગેટ કરી શ્રધ્ધાળુઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું જેમા ૧૦ શ્રધ્ધાળુઓને મારી નાખવામાં આવ્યા અને અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે માટે આવા આતંકી સંગઠનોને ઝબ્બે કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
