તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
નર્મદા જિલ્લામાં ફરતુ દવાખાનું આશીર્વાદરૂપ...:મોટી ભમરી ગામમાં બિમાર પડેલી ગૌમાતાને પીડા મુક્ત કરતું ફરતું પશુ દવખાનું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગુજરાત સરકાર દ્વારા ચાલતી અનોખી પહેલ અંતર્ગત ૧૦ ગામ દીઠ ચાલતું ફરતું પશુ દવાખાનું અને આ યોજનામાં ઘણા એવા પીડિત પશુઓને તાત્કાલિક સારવાર આપી પીડા મુક્ત કરવામાં આવે છે
આવી જ એક ઘટના તારીખ ૭ જુન ૨૦૨૪ ના શુક્રવારના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગાડીત લોકેશનના ગામ મોટી ભમરી માં થઈ હતી. શુક્રવારના રોજ ૧૯૬૨ પર ઈમરજન્સી કોલ મોટી ભમરી ગામથી સુરેશભાઇ ધ્વારા માલિકી ગાયની સારવાર માટે કરવામાં આવ્યો હતો.
સુરેશભાઇએ જણાવ્યુ હતું કે એમની ગાય આગલી રાતે લીલી તુવેર વધારે ખાઈ ગઈ હતી એના કારણે એની તબિયત બગડી હતી. ત્યારબાદ પશુ દવખાનામાં હાજર ડૉ પાર્થ મહેતા ફરજ બજાવતા અને તેમના પાઈલોટ કમ ડ્રેસર નૈનેશભાઈ સાથે તેઓ સ્થળે પોહચ્યા હતા. ત્યાં જઈને તપાસ કરતાં જાણવા મળ્યું કે ગાયની હાલત ગંભીર હતી અને તે બેસી રહી હતી એનું ડાબું પેટ ફૂલી ગયું હતું. આફરો થઈ ગયું હતો. ત્યારે ડોક્ટર એ પેટનો ગેસ કાઢીને યોગ્ય સારવાર આપી. ડૉ અને પાયલોટની ૨ કલાકની મહેનતથી અબોલ ગાય માતા નો જીવ બચ્યો હતો. આ બધું જોઈ સારવારથી ખુશ થયેલા માલિકે અને આજુ બાજુના લોકો એ ડૉક્ટરનો અને સેવાનો આભાર વ્યક્ત કર્યો અને નર્મદા જિલ્લાના પ્રોજેકટ કોઓર્ડીનેટર અજયભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ પંકજ મિશ્રા દ્વારા કામની પ્રશંસા કરવામાં આવી હતી
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
