તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
બુકાનીધારી મહિલાએ છરી સાથે ઘરમાં ઘૂસી લૂંટ ચલાવી : સોનાની બંગડીઓ સાથે છનન

અમદાવાદ : શહેરના શાહીબાગ વિસ્તારમાં લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શાહીબાગ ડફનાળા પાસે આવેલા વસંત વિહારમાં રહેતા વળદ્ધાના પતિ અને પુત્ર દુકાને ગયા હતા. તે સમયે બપોરે એક વાગ્યાની આસપાસ એક મહિલા મોઢે દુપટ્ટો બાંધીને આવી હતી. વળધ્ધાને ઘરકામ કરવા માટે પૂછયું હતું. પરંતુ વળદ્ધાએના પાડતા મહિલા પરત જતી રહી હતી. થોડા સમયમાં તે મહિલા પાછી આવી હતી અને વળદ્ધાના ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી તેણે પહેરેલ સોના ની બંગડી આપી દેવા માટે કહ્યું હતી. વળદ્ધા એ પ્રતિકાર પણ કર્યો હતો. જો કે મહિલા વળદ્ધા એ પહેરેલ બંને બંગડી ઓ કાઢીને ફરાર થઈ ગઈ હતી.
વળધ્ધાએ સમગ્ર ઘટનાની જાણ તેના પુત્રને કરતા તેઓ ઘરે આવી પહોંચ્યા હતા. આ બાબતની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરી તેની ધરપકડ કરી છે. આ ઘટનામાં વળદ્ધાએ પ્રતિકાર કરતા તેને આંગળીના ભાગે ઇજા પણ પહોંચી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મહિલાને વિસીના હપ્તા ભરવાના બાકી હોવાથી તેણે આ લૂંટને અંજામ આપ્યો છે. પોલીસે મહિલાએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
