તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
ગુજરાતના મંત્રી મંડળમાં ટુંક સમયમાં મોટાપાયે ફેરફાર થશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર,તા.૧૨: લોકસભાની યોજાયેલી ચૂંટણીના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટી ના વડાપ્રધાન સતત વખત શપથ લીધા છે. હવે આવા રાજકીય સમીકરણો બદલાયા પછી ગુજરાતમાં આગામી દિવસોમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવાનું રહ્યું ગુજરાતમાં આગામી દિવસોમાં મંત્રીમંડળમાં ફેરફાર નિશ્ચિત છે.
ભારતીય જનતા પાર્ટીના સિનિયર સભ્યોને સ્થાન આપવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા છે સમગ્ર દેશમાં રાજકીય જે પરિવર્તન થયું છે તેમાં પક્ષપલટાથી આવતા ચોક્કસ લોકોને સ્થાન મળતા મૂળ કાર્ય કરો ખૂબ નારાજ છે હવે એ જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ નારાજગી કેવી રીતે શાંત કરવી અને ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવી રીતે આગળ વધવું તે જોવાનું રહ્યું. સચિવાલયમાં કામ કરતા નાના-મોટા કર્મચારી અધિકારીઓ દ્વારા આ વખતે જે ભારતીય જનતા પાર્ટીને માર પડ્યો તેની ચર્ચા ઊંડાણપૂર્વક ચાલી રહી છે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર થાય તે ચોક્કસ દેખાઈ રહ્યું છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
