તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 12th June 2024
આજથી ટ્રાન્સપોર્ટ વાહનોનું ઓટોમેટિક ફિટનેસ સેન્ટર પર ટેસ્ટિંગ ફરજિયાત
રિક્ષા, ટેમ્પો, ટ્રેક, ડેમ્પરના ફિટનેસની ચકાસણી આરટીઓ કચેરીમાં બંધ : વાહનોની સંખ્યા સામે ટેસ્ટિંગ સેન્ટરોની ઓછી સંખ્યા વાહનમાલિકોની મુશ્કેલી વધારશે

સુરત તા. ૧૨ : ૧૨મી જૂનથી રાજ્યના તમામ ટ્રાન્સપોર્ટ વાહનોનું ફિટનેસ ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ સેન્ટર પર ટેસ્ટીંગ કરાવવા રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આદેશ જારી કર્યો છે. અત્યાર સુધી વાહનમાલિકો આરટીઓ અથવા ફિટનેસ સેન્ટર બંનેમાંથી ગમે ત્યાં વાહનના ફિટનેસની ચકાસણી કરાવી શકતા હતા. પરંતુ હવેથી ફરજિયાતપણે ફિટનેસ સેન્ટરમાં જ ટેસ્ટીંગ કરાવવું પડશે. હવે સૌથી મોટી સમસ્યા એ છે કે, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફિટનેસ સેન્ટરની સંખ્યા ઓછી છે. જેની સામે વાહનોની સંખ્યા વધુ છે, ત્યારે મર્યાદિત ફિટનેસ સેન્ટર વચ્ચે વાહનોનું ટેસ્ટીંગ કઇ રીતે કરાશે તે સૌથી મોટો પ્રશ્ન છે.
રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એક પરિપત્ર જારી કરી આગામી ૧૨મી જૂનથી તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટ વાહનોનું ફિટનેસ ટેસ્ટીંગ ફિટનેસ સેન્ટર પર જ કરાવવા આદેશ જારી કર્યો છે. જેને પગલે રિક્ષા, ટેમ્પો, ટ્રક, ડમ્પર સહિતના વાહનોનું ફિટનેસ ફરજીયાતપણે ફિટનેસ સેન્ટર ઉપર જ થશે. હવે આરટીઓમાં માત્રને માત્ર ખાનગી વાહનોના ફિટનેસ જ ચકાસણી થશે
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
