<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

રાજપીપળા બીરસા મુંડા કોલેજ ઓફ નસીંગમાં અભ્યાસ કરતા યુવાનને જૂની અદાવતે માર માર્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા ખાતે ચાલતી રાજપીપળા બીરસા મુંડા કોલેજ ઓફ નસીંગમાં અભ્યાસ કરતા એક યુવા વિદ્યાર્થી ને જૂની અદાવતે માર મારનાર વિરૂદ્ધ ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે
   પ્રાપ્ત માહિતી અનુસાર નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા નરેન્દ્રભાઇ ચતુરભાઇ વસાવા (રહે.મોટીભમરી (નિશાળ ફળીયું) તા.નાંદોદ જી.નર્મદા)નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ ગત તા.૦૭/૦૬/૨૦૨૪ ના રોજ બીરસા મુંડા કોલેજ ઓફ નસીંગ રાજપીપલા ખાતેથી કોલેજનો સમય પુર્ણ કરી મો.સા.લઈને મોટીભમરી ગામે પોતાના ઘરે જતા હતા તે વખતે બિતાડા ગામ નજીક આવેલ જી.ઇ.બી.સબ સ્ટેશન પાસે અંકીતભાઇ મંગાભાઇ વસાવા તથા બે અજાણ્યા શખ્શોએ તેમને રોકી અગાઉ મોટીભમરી ગામે લગ્ન પ્રસંગમાં થયેલ ઝગડાની અદવત રાખી ઢીક્કા પાટુનો માર મારી મારી મા-બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે માર મારનાર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:18 PM IST)