<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

પાર્કિંગનો અભાવ : પોલીસની વારંવારની ડ્રાઇવ છતાં રાજપીપળામાં આડેધડ પાર્કિંગ યથાવત

તાજેતરમાં જ ગીચ ટ્રાફિક સમસ્યાના કારણે 20 કાર ડિટેન, આડેધડ પાર્કિંગ કરેલી 30 ગાડીઓને લોક મારી દંડ ફટકાર્યો હતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા ના વડ મથક રાજપીપળામાં વધતા વાહનોને લઈને પાર્કિંગની સમસ્યા વર્ષી જૂની જોવા મળે છે જેમાં લોકો આડેધડ પોતાના વાહનો પાર્ક કરી ખરીદી માટે જતા રહે છે અને અન્ય વાહન આવે ત્યારે ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળે છે જેના કારણે હાલમાં રાજપીપળા પોલીસ દ્વારા એક ડ્રાઇવ રાખવામાં આવી અને દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છતાં આજે ફરી રાજપીપળા સ્ટેશન રોડ કે જે શહેરનો મુખ્ય માર્ગ છે ત્યાં માર્ગ ઉપર આડેધડ ફોર વ્હીલ અને ટુ વ્હીલ વાહનોનો ખડકલો જોવા મળ્યો જોકે આડેધડ પાર્કિંગનું મુખ્ય કારણ રાજપીપળા માં ક્યાંયે પાર્કિંગની વ્યવસ્થા નથી પરંતુ પોલીસ તો કાયદાનો અમલ કરાવે એ પણ જરૂરી હોવાથી આજે રાજપીપળા પોલીસ ટીમ ફરી મુખ્ય માર્ગ ઉપર નીકળી ત્યારે હમ નહિ સુધરેંગેની માફક એ જ પરિસ્થિતિ જોવા મળી હતી જેમાં ડ્રાઇવમાં નીકળેલી પોલીસે આજે ફરી કાયદેસર કાર્યવાહી કરી હતી. જોકે જોવા જઈએ તો ભૂતકાળમાં અનેકવાર વેપારી મંડળ,પોલીસ અને પાલિકા વચ્ચે પાર્કિંગ બાબતે મીટીંગો થઈ હતી પરંતુ તે બાદ કોઈજ કાર્યવાહી નહિ થતા ખરીદી કરવા આવેલાં લોકો વાહન કયા મૂકે એ પણ સવાલ ઉભા થાય છે.

   હાલમાં રાજપીપળા પોલીસે એકજ દિવસમાં ૧૬ વાહનને લોક મારી ૮૦૦૦નો દંડ તથા સ્થળ પર દંડના રૂપિયા ૯.૮૦૦ તેમજ ૨૦૭ અને ૨૭૯ નો એક એક ગુનો દાખલ કરી કુલ રૂપિયા ૧૭.૮૦૦ નો દંડ ફટકાર્યો છે


 

(10:16 PM IST)