News of Tuesday, 11th June 2024
ચોમાસા પૂર્વે એકસાથે પાંચ મકાનોની બાલ્કની ધરાશાયી થઈ
વડોદરા મ્યુનિ.ની ઘોર બેદરકારીઃકુંભકર્ણની ઘોર નિંદ્રામાં સૂતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસુ શરૃ થયુ હોવા છતાં પણ જર્જરિત મકાનો અંગે કોઈ સુધ લીધી નથી

વડોદરા, તા.૧૧
વડોદરા મ્યુનિસિપલ કોર્પરેશનની આ બેદરકારી ત્યારે ઉડીને આંખે વળગી જ્યારે તેના કારણે વડોદરામાં પાંચ મકાનોની બાલ્કની એકસાથે ધરાશાયી થઈ ગઈ હતી. તેના લીધે એક મહિલાને જ ગંભીર ઇજા થઈ હતી અને બાલ્કનીમાં રમી રહેલા બાળકોનો આબાદ બચાવ થયો હતો. બાળકો આ ઘટનાની મિનિટો પહેલા જ સુરક્ષિત સ્થળે ખસ્યા હતા. આ ઘટનામાં એક મહિલાને ગંભીર ઇજા થઈ હતી. બાળકો રમતાં હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
કોર્પોરેશન આ વખતે તો બચી ગયું, પરંતુ તે શું દર વખતે આ પ્રકારના બનાવથી બચી શકશે. કોર્પોરેશન રાજકોટ જેવી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. તે ક્યારે જર્જરિત મકાનો સામે કાર્યવાહી કરશે. તે ક્યારે જર્જરિત મકાનો સામે કાર્યવાહી કરશે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
