તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
મોંઘવારીનો વધુ એક માર : અમૂલે દૂધ બાદ હવે દહીંના ભાવમાં પણ કર્યો વધારો
અમૂલ મસ્તી દહીંના જુદા જુતા પેકિંગમાં રૂપિયા 1થી 10 સુધીનો વધારો:અમુલ મસ્તી દહીં 200 ગ્રામ જૂનો ભાવ 18 નવો ભાવ 19: અમુલ મસ્તી દહીં 400 ગ્રામ જૂનો ભાવ 34 નવો ભાવ 35: અમુલ મસ્તી દહીં 1કિલો જૂનો ભાવ 72 નવો ભાવ 75: અમુલ મસ્તી દહીં 1 કિલો બકેટ જૂનો ભાવ 100 નવો ભાવ 110

અમદાવાદ : સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અમૂલે હાલમાં જ દૂધના ભાવમાં વધારો કર્યો હતો ત્યાર બાદ હવે દહીંના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ મસ્તી દહીંના જુદા જુતા પેકિંગમાં રૂપિયા 1થી 10 સુધીનો વધારો કરવામાં આવ્યો છે
અમુલ મસ્તી દહીં 200 ગ્રામ જૂનો ભાવ 18 નવો ભાવ 19 , અમુલ મસ્તી દહીં 400 ગ્રામ જૂનો ભાવ 34 નવો ભાવ 35 , અમુલ મસ્તી દહીં 1કિલો જૂનો ભાવ 72 નવો ભાવ 75 અને અમુલ મસ્તી દહીં 1 કિલો બકેટ જૂનો ભાવ 100 નવો ભાવ 110 થયો છે,
ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ રવિવાર, 2 જૂનના રોજ મોડી સાંજે અમૂલ દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમૂલ દૂધના વિવિધ પ્રકારોના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે.
ફેડરેશને જણાવ્યું હતું કે તેણે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય સમગ્ર કામગીરીની કિંમત અને દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે લીધો છે. આ વધારો આજથી એટલે કે સોમવાર, 3 જૂનથી અમલમાં આવ્યો છે.
ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દહીં, ચીઝ, માખણ જેવા ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. એક વર્ષથી વધુ સમય બાદ અમૂલ દૂધના ભાવમાં આ વધારો થયો છે. આ વખતે દૂધના ભાવ એવા સમયે વધારવામાં આવ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા જ લોકસભાના છેલ્લા તબક્કાનું મતદાન થયું હતું.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
