તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 9th June 2024
પાલનપુરમાં કોટ વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફેલાતા ટેન્કરોમાં દૂષિત પાણી આવતું હોવાનો ઘટસ્ફોટ : આરોગ્ય તંત્રની ટીમોને પણ કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં ખડેપગે કરી દેવામાં આવી
બીજી તરફ કોટ વિસ્તારમાં દોડતા ટેન્કરના પાણીનો રિુપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો ખાનગી બોરના સેમ્પલ પણ નેગેટિવ સામે આવ્યા

પાલનપુર તા.૯
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં કોટ વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફેલાયો છે. જેને લઈ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય તંત્રની ટીમોને પણ કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં ખડેપગે કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોટ વિસ્તારમાં દોડતા ટેન્કરના પાણીનો રિુપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો ખાનગી બોરના સેમ્પલ પણ નેગેટિવ સામે આવ્યા છે.
કોટ વિસ્તારમાં ગંદકી અને પીવાના પાણીના દૂષિત પાણીને લઈ સ્થાનિક તંત્ર અને પાલિકા સામે આક્ષેપો થઈ રહ્યા છે. આ દરમિયાન પીવાના પાણીના ટેન્કરના સેમ્પલ પણ નેગેટિવ સામે આવ્યા છે. આમ ટેન્કરમાં પાણી દૂષિત આવતું હોવાનું સામે આવ્યું છે. લગ્ન પ્રસંગે પણ પીવાના પાણી માટે મંગાવેલ ટેન્કરના સેમ્પલ પણ નેગેટિવ જણાયા છે. તો બીજી તરફ કોટ વિસ્તારમાં કોલેરા વકર્યો છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
