તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
૬૬ વર્ષે બન્યા ડિલિવરી બોય
કમાણીમાંથી ટ્રાવેલિંગનું સપનું પૂરું કર્યું : દિનેશભાઈ બ્લિન્કિટમાં ડિલિવરી પાર્ટનર બની ગયા

અમદાવાદ,તા.૨૦: અમદાવાદના ૬૬ વર્ષના રિટાયર્ડ ક્લર્ક દિનેશ મહંત ઠાકોરદાસે નિવૃત્ત થયા પછી નવી કરીઅર શરૂ કરી. કરીઅર માટે નહીં પરંતુ સતત ઍક્ટિવ રહીને કંઈક વધારાની કમાણી શકાય એટલા માટે. સાથે જ એ કમાણીમાંથી તેઓ દેશ-વિદેશમાં ફરવાનું સપનું પણ પૂરું કરી રહ્યા છે. દિનેશભાઈ બ્લિન્કિટમાં ડિલિવરી પાર્ટનર બની ગયા છે. ઇન્શ્યોરન્સ કંપનીમાં ૨૬ વર્ષ કામ કરીને તેમણે ૩ સંતાનોને સેટલ કર્યાં. એ પછી તેમની પાસે કોઈ જવાબદારી નથી. એમ છતાં તેમણે નિવૃત્ત થયા પછી ડિલિવરી બોયનું કામ શરૂ કર્યું. દિનેશભાઈનું કહેવું છે કે પહેલાં તેમણે આ કામ જિજ્ઞાસા ખાતર કર્યું હતું, પણ પછી તો એ કામ દિનચર્યાનો હિસ્સો બની ગયો. બે વર્ષમાં તેમણે ૧૦,૨૨૦ ડિલિવરી પૂરી કરી લીધી છે. સવારે તેઓ પાંચ વાગ્યે ઊઠે છે. છ વાગ્યે ડાર્ક સ્ટોર પર પહોંચી જાય. સવારે ૧૧.૩૦ વાગ્યા સુધી કામ કરે. એ પછી મન હોય તો વધુ કામ કરે. બાકી ઘરે જઈને આરામ. આ કમાણીનો ઉપયોગ તેઓ નવાં-નવાં શહેરો અને રાજ્યોમાં ફરવા માટે કરે છે
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
