<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

સૌરાષ્ટ્ર અને કચ્છના 62 લાખ વીજ ગ્રાહકોને વધુ એક મોંઘવારીનો માર :PGVCLએ વીજ બિલમાં યુનિટ દીઠ અંદાજે 15 પૈસાનો વધારો ઝીંક્યો

એનર્જી ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ, ડિમાન્ડ ચાર્જ, ટાઈમ ઓફ યુઝ ચાર્જ અને રિબેટ પેનલ્ટી સહિતના 5 પ્રકારના ચાર્જ પર જુલાઈથી 3.99 ટકાનો વધારો કરાયો :વીજ ભાવ વધારા સામે કોંગ્રેસ મેદાનમાં

સૌરાષ્ટ્ર અને કચ્છના 62 લાખ વીજ ગ્રાહકોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. PGVCLએ વીજ બિલમાં યુનિટ દીઠ અંદાજે 15 પૈસાનો વધારો ઝીંક્યો હોવાનું સામે આવ્યું છે. એનર્જી ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ, ડિમાન્ડ ચાર્જ, ટાઈમ ઓફ યુઝ ચાર્જ અને રિબેટ પેનલ્ટી સહિતના 5 પ્રકારના ચાર્જ પર જુલાઈથી 3.99 ટકાનો વધારો કરાયો છે.

   PGVCLના ફાઈનાન્સના જનરલ મેનેજરે આ અંગે માહિતી આપી હતી. જૂલાઈ પહેલાંના, જાન્યુઆરીના અને અત્યારના બિલોની સરખામણી કરવાથી ગ્રાહકોને આ વધારાની જાણ થઈ શકે તેમ છે. સામાન્ય લોકો કામકાજની વ્યસ્તતાને કારણે બિલનું ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યા વગર ઓનલાઈન કે ઓફલાઈન ભરપાઈ કરી દેતા હોવાથી તેનો ગેરલાભ લેવાઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, આ વીજ ભાવ વધારા સામે શહેર કોંગ્રેસ પ્રમુખે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા PGVCL કચેરીએ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા વીજ બિલમાં યુનિટ દીઠ અંદાજે 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. આ ભાવ વધારો જુલાઈ મહિનાથી અમલી બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે ઘરેલું તેમજ અન્ય વીજ ગ્રાહકોના માસિક વીજ બિલમાં વધારો થવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ, વીજ બિલમાં લાગતા પાંચ પ્રકારના ચાર્જમાં 3.99 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં એનર્જી ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ, ડિમાન્ડ ચાર્જ, ટાઈમ ઓફ યુઝ ચાર્જ અને રિબેટ તથા પેનલ્ટી સંબંધિત ચાર્જનો સમાવેશ થાય છે. PGVCLના ફાઈનાન્સ વિભાગના જનરલ મેનેજર દ્વારા પણ આ અંગે માહિતી આપવામાં આવી છે.

 

વીજ ગ્રાહકોને મળતા બિલમાં અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવે છે. આ ચાર્જમાં થયેલા 3.99 ટકાના વધારાની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી શકે છે. ખાસ કરીને વધુ વીજ વપરાશ કરતા ગ્રાહકોને બિલમાં વધુ રકમ ચૂકવવી પડી શકે છે. ગ્રાહકોને વીજ બિલમાં થયેલા વધારાની સાચી જાણકારી મેળવવા માટે જુલાઈ પહેલાંનાં બિલ, જાન્યુઆરીનાં બિલ અને હાલનાં બિલની સરખામણી કરવાની સલાહ આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે લોકો કામકાજની વ્યસ્તતાને કારણે વીજ બિલનું ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યા વગર જ ઓનલાઈન કે ઓફલાઈન પેમેન્ટ કરી દેતા હોય છે. આ કારણે બિલમાં લાગતા વિવિધ ચાર્જ અને તેમાં થયેલા ફેરફાર પર ગ્રાહકોનું ધ્યાન જતું નથી.

PGVCLના વીજ બિલમાં થયેલા ભાવ વધારા સામે રાજકીય વિરોધ પણ શરૂ થયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખે આ નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં PGVCLની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજવાની ચીમકી આપવામાં આવી છે. આમ સૌરાષ્ટ્ર અને કચ્છના 62 લાખ વીજ ગ્રાહકો પર વધારાના વીજ ખર્ચનો બોજ પડવાની સ્થિતિ વચ્ચે હવે આ મુદ્દે રાજકીય ગરમાવો પણ વધવાની શક્યતા છે

(7:58 PM IST)